શેરબજાર: સેકન્ડરી માર્કેટની અફડાતફડી વચ્ચે પ્રાઇમરી માર્કેટ એકશન મોડમાં

નિલેશ વાઘેલા
મુંબઇ: ઇઝરાયલ અને ઇરાનના મિસાઇલ યુદ્ધને કારણે એકતરફ સેકન્ડરી માર્કેટનું હવામાન ફરી એક વખત ડહોળાઇ ગયું છે ત્યારે પ્રાઇમરી માર્કેટ એકશન મોડમાં જણાઇ રહ્યું છે. અ૧૬ જૂનથી શરૂ થતા આગામી સપ્તાહમાં પ્રાથમિક બજારમાં પ્રવૃત્તિ મજબૂત રહેશે, એકંદરે, ભૌગોલિક રાજકીય તણાવ છતાં ઇક્વિટી બજારોમાં સકારાત્મક વલણ જળવાઈ રહેશે.
કુલ છ આઇપીઓ દલાલ સ્ટ્રીટ પર આવવાના છે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એકનો સમાવેશ થાય છે, અને પાંચ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ થશે.
આપણ વાંચો: શેરબજાર: પ્રાઇમરી માર્કેટ માટે અડધો ડઝન કંપનીને સેબીની મંજૂરી
બજારના નિષ્ણાત અભ્યાસુઓ જણાવે છે કે, જો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે લશ્કરી અથડામણોનો વહેલો અંત નહીં આવે તો ગ્લોબલ ઇક્વિટી માર્કેટ પાછળ સ્થાનિક sekandri માર્કેટની દશા બગડશે અને તેની અસર પ્રાઇમરી માર્કેટ પર પમ જોવા મળશે.
જોકે, મૂડીબજારમાં પ્રવેશનારી કંપનીઓના જાહેર ભરણાંમાં એકમાત્ર મેઇનબોર્ડ સેગમેન્ટનો ઇશ્યુ છે. રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરોને બાંધકામ સામગ્રી પૂરી પાડતી એરિસઇન્ફ્રા સોલ્યુશન્સનું જાહેર ભરણું ૨૦ જૂને ત્રણ દિવસ માટે ખુલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. ૨૧૦થી રૂ. ૨૨૨ પ્રતિ શેર હશે. કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. ૪૯૯.૬ કરોડ એકત્ર કરી રહી છે જેમાં ફક્ત ફ્રેશ ઇક્વિટીનો સમાવેશ થાય છે અને કોઈપણ ઓફર ફોર સેલ નથી.
આપણ વાંચો: શેરબજાર: પ્રાઇમરી માર્કેટમાં નવ આઇપીઓની સવારી…
મૂડીબજારના એસએમઇ સેગમેન્ટમાં પાટિલ ઓટોમેશન અને સમય પ્રોજેક્ટના પબ્લિક ઇશ્યૂ અનુક્રમે ૧૬ જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલનારા પ્રથમ ભરણાં બનશે. આ પછી ખૂલનારા જાહેર ભરણામાં ૧૮મીએ ઇન્ફ્લક્સ ખૂલશે અને માયાશીલ વીસમીએ ખૂલશે.
દરમિયાન ઓસવાલ પમ્પ વીસમી જૂને લિસ્ટિંગ મેળવે એવી સંભાવના છે. એસએમઇ સેગમેન્ટમાં મોનોલિથીશ ૧૬મી જૂને અને એટેન પેપરનું ભરણું ૧૭મીએ બંધ થશે. સ્કીરોમ ૧૬મીજૂને લિસ્ટેડ થશે, જેનિક પાવર ૧૭મીએ અને મોનોલિથિશ ૧૯મીએ એક્સચેન્જની યાદી પર મૂકાશે. એટેન પેપર વીસમીએ લિસ્ટ થશે.