
નિલેશ વાઘેલા
મુંબઇ: નાપાક શત્રુરાષ્ટ્ર પાકિસ્તાને જાતે જ ઊંબાડિયું કરીને ભારતને છંછેડવાની હિમાકત કરી છે, ત્યારથી તેના જ દેશના શેરબજારમાં ધ્રુજારી અવી ગઇ છે અને તેમાં સતત કડાકાના સમાચાર મળતા રહ્યાં છે. પાકનું અર્થતંત્ર આમ પણ ખખઢી ગયું છે અને તેમાં યુદ્ધની સંભાવનાની હલચલથી વધુ ખળબળાટ મચી ગયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીમાં વધારો થવાને કારણે ૨૨ એપ્રિલ પછીથી માત્ર સાત દિવસમાં પાકિસ્તાનના શેરબજારમાં ૭,૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના કેએસઇ૧૦૦ ઇન્ડેક્સમાં નોંધપાત્ર નોંધપાત્ર દોવામ જોવા મળ્યું છે, જે ભારત સાથેના ભૌગોલિક રાજકીય તણાવને પ્રતિબિંબિત કરે છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરીને અને તેના સશસ્ત્ર દળોને કાર્યકારી સ્વતંત્રતા આપીને કડક પ્રતિક્રિયા આપી છે. બંને બાજુ લશ્કરી તૈનાતીમાં વધારો થયો છે, જેમાં ભારતે યુદ્ધવિરામના ઉલ્લંઘન સંદર્ભે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે.
આપણ વાંચો: ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાન શેરબજારમાં અકડા તફડી, રોકાણકારોની ચિંતા વધી…
૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં ૨૬ નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારા ઘાતક આતંકવાદી હુમલા બાદ, ૨૩ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન પાકિસ્તાનનો બેન્ચમાર્ક કેએસઇ ૧૦૦ ઇન્ડેક્સ ૭,૧૦૦ પોઈન્ટથી વધુ અથવા લગભગ છ ટકા તૂટી ગયો હતો. બજારમાં ઉથલપાથલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા ભૂરાજકીય તણાવને પ્રતિબિંબિત કરે છે.
૩૦ એપ્રિલના રોજ, કેએસઇ-૧૦૦ એક જ દિવસમાં ૩.૦૯ ટકાથી વધુ ઘટીને ૩,૫૪૫ પોઈન્ટ ઘટીને ૧૧૧,૩૨૬.૫૭ પર બંધ થયો હતો, જે તાજેતરના અઠવાડિયામાં તેનો સૌથી મોટો ધબડકો દર્શાવે છે.
આ દિવસે કરાચીનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સત્ર દરમિયાન ૧,૧૪,૦૬૬.૧૩ પોઇન્ટની ઊંચી, ૧,૧૦,૬૩૧.૮૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે પાછલા બંધ સામે ૩,૫૪૫.૬૦ પોઇન્ટ અથવા તો ૩.૦૯ ટકાના જોરદાર કડાકા સાથે ૧,૧૧,૩૨૬.૫૮પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
આપણ વાંચો: શેરબજાર: વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડમાંથી રૂ. ૧૩,૩૫૯ કરોડ ઉપાડ્યા
પાકિસ્તાન સામે ભારત લશ્કરી હુમલા કરી શકે છે, તેવી અટકળોને કારણે સર્જાયેલી અનિશ્ર્ચિતતાના માહોલ વચ્ચે પીએસએક્સ પરના શેરોમાં ૨,૦૦૦ પોઈન્ટથી મોટો કડાકો નોંધાયો હતો.
પાછલા મંગળવારે સાંજે, માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ દાવો કરીને અનિશ્ર્ચિતતામાં વધારો કર્યો કે ભારત આગામી ૨૪થી ૩૬ કલાકમાં તેની સામે લશ્કરી કાર્યવાહી કરવાનો ઇરાદો ધરાવે છે અને પાકિસ્તાન પાસે આ અંગે વિશ્ર્વસનીય ગુપ્ત માહિતી છે
નોંધવું રહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમને પહલગામ આતંકવાદી હુમલા સામે ભારતના પ્રતિભાવના પ્રકાર, લક્ષ્યો અને સમય નક્કી કરવા માટે સંપૂર્ણ કાર્યકારી સ્વતંત્રતા આપી છે.