એનએસડીએલનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, જાણો પ્રાઈસ બેન્ડ અને જીએમપી…

ભારતીય શેરબજારમાં જેની છેલ્લા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે એનએસડીએલનો આઈપીઓ આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. એનએસડીએલનો 4,011.60 કરોડ રૂપિયાનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલ (OFS)છે. આ મહિનાનો આ ત્રીજો સૌથી મોટો આઈપીઓ છે.
પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર 760 થી 800 રૂપિયા
આ ઇસ્યુનો પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર 760 થી 800 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો 18 શેરના લોટમાં બીડ કરી શકે છે. જેની માટે 14,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એનએસડીએલનો આઈપીઓ 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બીડ કરી શકાશે.
ગ્રે માર્કેટમાં લિસ્ટિંગ પ્રીમીયમ 17 ટકા
એનએસડીએલના આઈપીઓને મુદ્દે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, 29 જૂલાઈ સુધી ગ્રે માર્કેટમાં તેનું લિસ્ટિંગ પ્રીમીયમ 17 ટકા દર્શાવે છે.આ પ્રીમીયમ બિનસત્તાવાર છે તેમાં વઘઘટ પણ થઈ શકે છે.
લિસ્ટિંગ આંશિકરૂપે રેગ્યુલેટરી કારણોથી
આ આઈપીઓ સંપૂર્ણ પણે ઓફર ફોર સેલ છે. જેમાં એસબીઆઈ, એનએસઈ, આઈડીબીઆઈ બેંક અને એચડીએફસી બેંક જેવા શેરધારકો પોતાની લાંબા સમય સુધી જાળવી રાખેલી હિસ્સેદારીનો કેટલાક હિસ્સો વેચી રહ્યા છે. આ લિસ્ટિંગ આંશિકરૂપે રેગ્યુલેટરી કારણોથી કરવામાં આવી રહ્યું છે.
હિસ્સેદારી ઓછી કરવા આઈપીઓ
જેમાં સેબીના નિયમો અનુસાર કોઈ પણ શેરધારક કોઈ પણ ડીપોઝટરીમાં 15 ટકાથી વધુ હિસ્સેદારી રાખી ના શકે. જેમાં હાલમાં એનએસડીએલમાં આઈડીબીઆઈ બેંક પાસે 26. 1 ટકા અને એનએસઈ પાસે 24 ટકા જેટલી હિસ્સેદારી છે. જેના પગલે તેમની હિસ્સેદારી ઓછી કરવા આઈપીઓ લાવવામાં આવ્યો છે.
એસબીઆઈ 320 કરોડ રૂપિયાની કમાણી કરશે
આ ઉપરાંત આઈપીઓ ઓફર ફોર સેલમાં એસબીઆઈએ 2 રૂપિયાના ભાવથી ખરીદેલા 40 લાખ શેર વેચશે. જેના થકી તે 320 કરોડ રૂપિયાની કમાણી કરશે. જે તેના મૂળ રોકાણના લગભગ 399 ટકા નફો છે. જયારે આઈડીબીઆઈ બેંક 4.44 કરોડમાં ખરીદેલા શેરો પર 1776 કરોડ રૂપિયાની કમાણી કરશે. જયારે એનએસઈ પણ 60 ટકાથી વધુ રીટર્ન મેળવશે.
(નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.)