લિસ્ટિંગના પહેલા દિવસે NSDL નો IPO આટલા વધારા સાથે બંધ થયો…

મુંબઈ: ડિપોઝિટરી સર્વિસ પૂરી પાડતી કંપની નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના શેર ત્રણ દિવસની બિડિંગ પ્રક્રિયા અને એલોકેશન પછી આજે 6 ઓગસ્ટના રોજ BSE પર લિસ્ટ થયા હતા. NSDLના શેર 10% પ્રીમિયમ સાથે રૂ. 880 પર ખુલ્યા હતાં.
BSE પર નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના શેરનો ભાવ લિસ્ટિંગ પ્રાઈઝથી 6% થી વધુ વધીને રૂ. રૂ.936 પર બંધ થયો.
NSDLના IPO નું ઇશ્યૂ સાઈઝ રૂ. 4,011.60 કરોડ હતું, IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. IPO 41.02 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 7.76 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો.
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)માં 103.97 સબસ્ક્રાઈબ થયો અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) એ 34.98 ગણી બોલી લગાવી.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (NSDL) એક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન (MII) છે, આ કંપની ભારતના ફાઇનાન્સ માર્કેટ સ્કેલેબલ ડિજિટલ ફ્રેમવર્ક પૂરું પાડે છે.
NSDL ડીમેટ એકાઉન્ટ્સ દ્વારા સિક્યોરિટીઝના વ્યવહારોની સુવિધા પૂરી પાડે છે, જેમાં ઇક્વિટીથી માંડીને મ્યુચ્યુઅલ ફંડ,ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની વિવિધ, REITs, InvITs, AIFs અને સોવરિન ગોલ્ડ બોન્ડ વ્યવહારોનો સમાવેશ થાય છે.
31 માર્ચ, 2025 સુધીના આંકડા મુજબ NSDL દ્વારા 294 ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા 39.45 મિલિયન એક્ટીવ ડીમેટ એકાઉન્ટનું સંચાલન કરે છે, જેમાં 99.34 % એકાઉન્ટ ધારકો ભારતમાં છે બાકીના 194 દેશોમાં છે.
આ પણ વાંચો…જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.