નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સોમવારની શરૂઆત મુંબઇ સમાચારમાં આજના અંકમાં પ્રકાશિત ફોરકાસ્ટ કોલમમાં વ્યક્ત કરેલા અંદાજ મુજબ જોરદાર તેજી સાથે થઈ હતી. સેન્સેકસ ૭૪,૦૦૦ની એકદમ લગોલગ પહોંચી ગયો હતો અને નિફ્ટી ૨૨,૪૪૦ને સ્પર્શ્યો હતો. અલબત્ત ઊંચી સપાટીએ પહોંચ્યા પછી બંને બેન્ચ માર્ક સુધારો ગુમાવી પાછા ફર્યા અને ફરી ઊછળ્યા છે.
સોમવારે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ગ્રીન ઝોનમાં શરૂઆત થઈ છે. જોકે આગળ જતા મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે. નોંધવુ રહ્યું કે ગિફ્ટ નિફ્ટીએ 22500નું રેકોર્ડ સ્તર પાર કર્યું છે, પરંતુ એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મિશ્ર એક્શન જોવા મળી છે. આ પહેલા શનિવારે ખાસ ટ્રેડિંગ ડે પર સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 73,806 પર બંધ થયો હતો.
શુક્રવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ લગભગ ૦.૨૫ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ 0.8 ટકાના વધારા સાથે અને Nasdaq ઍક ટકાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. આ ત્રણેય ઈન્ડેક્સ નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા. એકંદરે જોરદાર તેજી રહી હતી. એશિયાના બજારોની વાત કરીએ તો આજે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પ્રથમ વખત 40,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજે તે એક ટકાથી વધુનો વધારો દર્શાવે છે. સાઉથ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ દોઢ ટકા અપ છે. તાઈવાનના માર્કેટમાં ગ્રોથ છે.
યુએસ બોન્ડ યીલ્ડ 4.2% પર હોવા હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગયા સપ્તાહે રોકડ બજારમાં ₹1089 કરોડનું વેચાણ કર્યું હતું. ફેબ્રુઆરીમાં FII દ્વારા કુલ ₹16,000 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું. તેના છેલ્લા મહિનામાં તે ₹36,000 કરોડ હતો. જો કે, ઓગસ્ટ 2023 થી DII એ રોકડ બજારમાં ખરીદી ચાલુ રાખી છે. બજારમાં સ્થિરતા અને રેકોર્ડ ઉછાળા પાછળનું કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
Taboola Feed