મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)દિવાળી બાદ આજે વૈશ્વિક શેરબજારની અસરના લીધે સપ્તાહના બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 240 પોઈન્ટના ઘટાડા સાથે 78542 ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 50 એ 78 અંકોની નબળાઈ સાથે 23916 ના સ્તર પર આજના કારોબારની શરૂઆત કરી છે.
Also read: શેરબજારમાં અંતે છ લાખ કરોડનું ધોવાણ, નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે ખાબક્યો
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ
સેક્ટરલ ઇન્ડેક્સમાં મેટલ, ફાર્મા, આઈટી, ઓટો અને હેલ્થકેર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી છે. આ સિવાય અન્ય
તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારો મિશ્ર અસર જોવા મળી
યુએસ પ્રમુખપદની ચૂંટણી અને આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વ તરફથી સંભવિત વ્યાજદરમાં કાપની અપેક્ષા વચ્ચે વોલ સ્ટ્રીટ પર નબળાઈને કારણે મંગળવારે એશિયન બજારો મિશ્ર અસર જોવા મળી હતી. જાપાનનો નિક્કી 225 0.68 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.33 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.67 ટકા ઘટ્યો, જ્યારે કોસ્ડેક 0.25 ટકા વધ્યો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સે થોડી ઊંચી શરૂઆતનો સંકેત આપ્યો હતો.
વોલ સ્ટ્રીટમાં પણ ઘટાડો
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી અને ફેડ પોલિસી પૂર્વે સોમવારે યુએસ શેરબજાર નીચા સ્તરે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 257.59 પોઈન્ટ ઘટીને 41,794.60 પર બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 16.11 પોઈન્ટ ઘટીને 5,712.69 ના સ્તર પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 59.93 પોઈન્ટ ઘટીને 18,179.98 ના સ્તર પર બંધ થયા છે.