એનબીએફસીને ધિરાણમાં સાવધ રહેવા સરકારની સલાહ
મુંબઇ: નાણાંપ્રધાન નિર્મલા સિતારામને એન્બીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કને ધિરાણ આપવા સંદર્ભે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલા સૂચનને અનુસરી સાવધ રહેવાની સલાહ આપી હતી. નવી દિલ્હી ખાતે એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે એનબીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કે રેડ લાઇન, એટલે કે જોખમની રેખાનું ધ્યાન રાખવું જોઇએ અને અતિ ઉત્સાહ ટાળવો જોઇએ.
એમણે કહ્યું હતું કે ઉત્સાહ સારી બાબત છે પરંતુ તેમાં સંયમ ના હોય તો ઘણી વખત પરિણામો વિપરીત આવતા હોય છે. રિઝર્વ બેન્કે એનબીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કોને ખૂબ ઉતાવળે ખૂબ દૂર ના જવાની સલાહ આપી છે, જેથી જોખમ વધી ના જાય.
અસુરક્ષિત ધિરાણમાં એકધારા જંગી વધારાને ધ્યાનમાં લઇને બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૬મી નવેમ્બરે અસુરક્ષિત રિટેલ લોનને લગતા નિયમનો કદક બનાવ્યા હતા. તેમણે બેન્કો અને નોન બેન્કિંગ નાણાં સંસ્થાઓ માટેના રિસ્ક વેઇટેજમાં વધારો જાહેર કર્યો હતો.