મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર જોવા મળી. આજે બજારની ફ્લેટ શરૂઆત થઈ. જેમાં સેન્સેક્સ 68 પોઇન્ટના વધારા સાથે 81779ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીએ કારોબારની શરૂઆત 13 પોઈન્ટના વધારા સાથે 25030 ના સ્તર પર કરી હતી.
આ પણ વાંચો : પોવેલની સ્પીચ પહેલાની સાવચેતી વચ્ચે અફડાતફડીમાંથી પસાર થયા બાદ બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં માંડ ટકી શક્યો
બેંકિંગ એક્સપાયરી હોવાને કારણે બેંકોના શેરોમાં વધઘટ
જો કે આ દરમ્યાન ટાટા મોટર્સ, ટાઇટન, સન ફાર્મા, M&M,JSW સ્ટીલ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, NTPC અને મારુતિમાં શેરોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, SBI,અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, ICICI બેંક અને કોટક બેંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બેંકિંગ એક્સપાયરી હોવાને કારણે બેંકોના શેરોમાં વધઘટ જોવા મળી શકે છે.
એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થયો
વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોને પગલે આજે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલવાની ધારણા હતી. કારણ કે Nvidia સોફ્ટવેર કંપનીના પરિણામો પૂર્વે સાવચેતી વચ્ચે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થયો હતો. જ્યારે યુએસ શેરબજાર રાતોરાત વધારા સાથે બંધ થયું હતું. આ પૂર્વે મંગળવારે સેન્સેક્સ 13.65 પોઈન્ટ વધીને 81,711.76 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 7.15 પોઈન્ટ વધીને 25,017.75 પર બંધ થયો હતો.
સેન્સેક્સ માટે મુખ્ય વૈશ્વિક સંકેતો
બુધવારે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થયો. જાપાનનો નિક્કી 225 ફ્લેટ હતો. જ્યારે ટોપિક્સ 0.3 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.4 ટકા અને કોસ્ડેક 0.40 ટકા ડાઉન હતો.
યુએસ શેરબજાર મંગળવારે વધારા સાથે બંધ થયું
જ્યારે યુએસ શેરબજાર મંગળવારે વધારા સાથે બંધ થયું હતું, જેમાં ડાઉ જોન્સ સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.02 ટકા વધીને 41,250.50 પર પહોંચી, જ્યારે S&P 500માં 0.16 ટકાનો વધારો જોવા મળ્યો. આ ઇન્ડેક્સ 5,625.80 પર બંધ રહ્યો હતો. જ્યારે Nasdaq 0.16 ટકા વધીને 17,754.82 પર બંધ રહ્યો હતો.