ટોપ ન્યૂઝવેપારશેર બજાર

Stock Market : શેરબજારમાં સતત નવમાં દિવસે તેજી, સેન્સેક્સમાં 117 પોઇન્ટનો વધારો…

મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)તેજીનો દોર યથાવત રહ્યો છે. તેમજ આજે સતત નવમા દિવસે શેરબજાર વધારા સાથે ખૂલ્યું છે. જેમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 117 પોઇન્ટ વધીને 81,815.23 પોઈન્ટ પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 28.55 પોઈન્ટના વધારા સાથે 25,039.15 પોઈન્ટ પર પહોંચી ગયો છે. જેમ આજે HCLTECH, HINDALCO, NTPC, ONGC અને BAJAJFINSVમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : શેરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની ઉપર

ભારતીય બજારમાં જબરદસ્ત ઉછાળો

ઉલ્લેખનીય છે કે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો શરૂ કરવાની જાહેરાતને પગલે ગઇકાલે સોમવારે યુએસ સહિત ભારતીય બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 612 પોઈન્ટ ઉછળ્યો, જ્યારે નિફ્ટી 25,000 પોઈન્ટની ઉપર બંધ થયો. બજારના નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારોની ખરીદી અને HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા મોટા શેરોમાં ખરીદીના કારણે પણ બજારને વેગ મળ્યો હતો.

મોટી કંપનીઓના શેરને લઈને ઉત્સાહ

ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. તેના કારણે યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાં તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વલણમાં પરિવર્તનને કારણે ભારતીય બજારો નવી ઊંચાઈ તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. ખાસ કરીને મોટી કંપનીઓના શેરને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : શેરબજારની તેજીને રિલાયન્સ ઇંધણ આપશે?

ફેડના ચેરમેન જેરોમ પોવેલે શું કહ્યું ?

શુક્રવારે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનથી બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે. પોવેલે કહ્યું હતું કે હવે પોલિસી વ્યાજ દરને તેના બે દાયકાના ઉચ્ચ સ્તરેથી નીચે લાવવાનો સમય આવી ગયો છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. 1,944.48 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…