જાણો શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ ક્યા દિવસે, કેટલા વાગે થશે?
Top Newsશેર બજાર

જાણો શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ ક્યા દિવસે, કેટલા વાગે થશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ
: દેશના સ્ટોક એક્સચેન્જોએ આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગને લગતી માહિતી ખૂબ જ વહેલી પ્રસારિત કરી દીધી છે. મુહૂર્ત ટ્રેડિંગ, દર વર્ષે દિવાળી પર નવા સંવત (હિન્દુ કેલેન્ડર વર્ષ)ની શરૂઆત માટે યોજાતું એક શુભ, પ્રતિકાત્મક એક કલાકનું ખાસ ટ્રેડિંગ સત્ર હોય છે. આ વખતે, તે સંવત ૨૦૮૨ની શુભ શરૂઆત તરીકે ઉજવાશે.

એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે.

આ ઉપરાંત પરિપત્રમાં જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.

દિવાળી એ ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. સામાન્ય રીતે, આ મુહૂર્ત ટ્રેડિંગનો સમયગાળો દિવાળીની મોડી સાંજે હોય છે. જો કે, આ વખતે નવા ફેરફારમાં આ સત્ર બપોરે યોજાશે.

આ પણ વાંચો…એચ-૧બીનો ફટકો, સેન્સેકમાં ગાબડું, આઇટી શેરોમાં કડાકા…

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button