ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં ક્રિસમસ: નિફ્ટી ૨૧,૫૦૦ તરફ

નિલેશ વાઘેલા

મુંબઈ: વિશ્વભરના બજારોમાં સુસ્તી અને રજાનો માહોલ છે ત્યારે ભારતીય શેરબજારમાં ક્રિસમસની તેજી જોવા મળી છે. નિફ્ટી ૨૧,૫૦૦ તરફ આગળ વધ્યો છે અને સેન્સેક્સ પણ ૭૧,૫૦૦ તરફ વધી રહ્યો છે. સત્રની શરૂઆતમાં એશિયન બજારોમાં મ્યૂટ મૂડને ટ્રેક કરતા ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળો ટોન જોવા મળ્યો હતો.


જોકે સવારના સત્રમાં જ તેજીનો પવન ફૂંકાયો હતો અને બંને બેન્ચ માંર્કમાં ઉછાળો જોવા મળ્યો હતો. આઇટી શેરમાં વેચવાલી અને પીછેહઠના કારણે થયેલું નુકસાન મેટલ અને પાવર શેરોમાં જોવા મળેલા લાભને કારણે સરભર થઈ ગયું છે. પ્રારંભિક તબક્કે નિફ્ટી આઈટી પેક જ એકમાત્ર સૌથી ખરાબ સેક્ટર પરફોર્મર રહ્યું હતું. નિષ્ણાતો અનુસાર બજારનો અંડરટોન મજબૂત છે.


મધર માર્કેટ યુએસની આગેવાની હેઠળ ડિસેમ્બરમાં વૈશ્વિક રેલીએ મોટા ભાગના બજારોને નોંધપાત્ર તેજીનો લાભ આપ્યો છે અને ભારતીય બજારને રાજ્યસભાના ચૂંટણી પરિણામોમાંથી પણ તેજીનો કારન્ટ હતું. ડિસેમ્બરમાં નિફ્ટીમાં છ ટકાની તેજીએ બજારને થોડો ગરમાટો આપ્યો છે અને આગળનવા વર્ષમાં પણ તેજી જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે.


જોકે નિષ્ણાતો ઊંચા વેલ્યુએશનને ટૂંકા ગાળાની ચિંતા દર્શાવી રહ્યા છે.યુએસ ફુગાવો, બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ ડાઉન ટ્રેન્ડિંગને કારણે વૈશ્વિક બજારનું વતાવારણ સતત અનુકૂળ રહ્યું છે. બજારના સાધનો અનુસાર હાલ ઘટાડે લેવાલી એ વર્તમાન બજારના સંદર્ભમાં શ્રેષ્ઠ વ્યૂહરચના બની રહી છે. જોકે, સલામતી લાર્જ-કેપ્સમાં છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સાઈકલિકલ ઉછાળા માટે સારી રીતે સ્થિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button