Stock Market : નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ બજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમા ઘટાડો…

મુંબઈ : યુએસ ટેરિફ વોરના દબાણ અને વૈશ્વિક બજારોના મિશ્ર વલણના પગલે ભારતીય શેરબજાર (Stock Market)આજે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં શરૂઆત સેન્સેક્સ 532 પોઈન્ટ ઘટાડા સાથે ખૂલ્યો હતો,જ્યારે નિફ્ટી પણ 178 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યું હતું. જોકે, તેની બાદ માર્કેટમાં કરેકશન પણ આવ્યું હતું. તેમ છતાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સની 30 માંથી 20 કંપનીમાં ઘટાડો
શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 10 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 20 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે નિફ્ટી ની 50 માંથી 26 કંપનીઓના વધારા સાથે ટ્રેડ થતી જોવા મળી. તેમજ 24 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા દિવસે સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર સૌથી વધુ 1.58 ટકાના વધારા સાથે અને ઇન્ફોસિસના શેર સૌથી વધુ 2.03 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.
આ પણ વાંચો: સેબીના નવા ચેરમેનની અધ્યક્ષતામાં પહેલી બોર્ડ મીટિંગ આજે…
આ શેરોમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી હતી.
આ ઉપરાંત, આજે NTPC ના શેર 1.03 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.95 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.71 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.58 ટકા, અદાણી પોર્ટ્સ 0.28 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.23 ટકા, ઝોમેટો 0.17 ટકા, ICICI બેંક 0.11 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 0.03 ટકાના પ્રારંભિક વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, HDFC બેંકના શેરમાં 1.33 ટકા, ટેક મહિન્દ્રા 1.20 ટકા, HCL ટેક 1.11 ટકા, બજાજ ફાઇનાન્સ 1.09 ટકા, TCS 1.04 ટકા, સન ફાર્મા 1.00 ટકા અને મારુતિ સુઝુકી 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
આ પણ વાંચો: ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ
એશિયન બજારોમા વધારા સાથે વેપાર
વોલ સ્ટ્રીટ પર રાતોરાત સુધારા વચ્ચે મંગળવારે એશિયન બજારોમાં વધારા સાથે વેપાર થયો. જાપાનનો નિક્કી પાછલા સત્રમાં લગભગ આઠ મહિનાના નીચલા સ્તરથી પાછો ફર્યો અને 1 ટકા વધ્યો. જ્યારે ટોપિક્સ 1.34 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.03 ટકા અને કોસ્ડેકમાં 1.12 ટકાનો વધારો થયો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ મજબૂત ખુલવાનો સંકેત આપે છે.