બેન્ચમાર્કની પીછેહઠ છતાં માર્કેટ કેપમાં રૂ.૧૬,૦૦૦ કરોડનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: જીએસટીના સુધારા બાદ શેરબજારમાં સતત બીજા દિવસે પ્રારંભિક સુધારા બાદ મોટાભાગનો લાભ ધોવાઇ ગયો હતો. ખાસ કરીને ઓટો, ટેલિકોમ્યુનિકેશન અને મેટલ શેરો સર્વાધિક વધ્યા હતા, જ્યારે આઈટી, એફએમસીજી અને રિયલ્ટી શેર્સમાં ઘટાડો હતો. બેન્ચમાર્કની પીછેહઠ છતાં એક્સચેન્જમાં લિસ્ટેડ માર્કેટ કેપમાં રૂ.૧૬,૦૦૦ કરોડનો વધારો નોંધાયો હતો.
સેન્સેક્સની ૧૪ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૧૬ સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૧૦ ટકા ઘટ્યો અને બીએસઈ સ્મોલકેપ ૦.૦૯ ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૪ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૧૬ ટકા વધ્યો હતો.
આપણ વાંચો: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી, સેન્સેકસ- નિફ્ટીમાં વધારો
શુક્રવારે સેન્સેક્સ ગત ગુરુવારના ૮૦,૭૧૮.૦૧ના બંધથી ૭.૨૫ પોઈન્ટ્સ (૦.૦૧% ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૮૦,૭૧૮.૦૧ ખૂલીને ઊંચામાં ૮૧,૦૩૬.૫૬ સુધી અને નીચામાં ૮૦,૩૨૧.૧૯ સુધી જઈને અંતે ૮૦,૭૧૦.૭૬ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૫૧.૨૮ લાખ કરોડથી રૂ. ૧.૪૮ લાખ કરોડ વધીને રૂ. ૦.૧૬ લાખ કરોડ રહ્યું હતું.
સેકટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે ઓટો ૧.૩ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૯૬ ટકા, મેટલ ૦.૭૧ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૬ ટકા, એનર્જી ૦.૨ ટકા અને યુટિલિટીઝ ૦.૧૯ ટકા વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ફોકસ્ડ આઈટી ૧.૪૪ ટકા, આઈટી ૧.૨૫ ટકા, એફએમસીજી ૧.૨૨ ટકા, રિયલ્ટી ૧.૦૭ ટકા, ટેક ૦.૭ ટકા, સર્વિસીસ ૦.૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૮ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૨૫ ટકા ઘટ્યા હતા.
એક્સચેન્જમાં ૪,૨૬૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૧૩૪ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૯૫૭ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૬૯ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૩૫ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૬૪ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૫ સ્ટોક્સને ઉપલી જ્યારે ૬ સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી.
આપણ વાંચો: ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સ નિફ્ટીમાં સામાન્ય વધારો
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૩૪ ટકા, મારુતિ ૧.૭૦ ટકા, પાવર ગ્રીડ ૧.૨૧ ટકા,રિલાયન્સ ૧.૧૧ ટકા, ભારતી એરટેલ ૦.૮૪ ટકા, ઈટર્નલ ૦.૮૩ ટકા અને સન ફાર્મા ૦.૭૮ ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી ૨.૦૧ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૫૫ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૧.૫૩ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪૩ ટકા, ઈન્ફોસિસ ૧.૨૯ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૨૮ ટકા અને લાર્સન ૧.૦૧ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૨૩૩.૪૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૨૧૮ સોદામાં ૧,૪૪૧ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૮,૬૬,૦૨૪ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ (અનુમાનિત) ટર્નઓવર રૂ. ૩૮,૫૮,૬૯૯.૮૭ કરોડનું રહ્યું હતું.