નાણાંકિય વર્ષના પહેલા જ દિવસે આખલાએ માર્કેટ ઉછાળ્યુંઃ જાણો પાંચ કારણ

મુંબઈઃ ભારતીય શેર માર્કેટમાં નાણાંકિય વર્ષના પહેલા દિવસે એટલે કે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે માર્કેટ સારા એવા વધારા સાથે બંધ રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સૂચકઆંક સેન્સેક્સ આજે 0.49 ટકા એટલે કે 363.20 અંકના વધારા સાથે 74,014.55 પર બંધ થયો હતો. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.61 ટકા અથવા 135 અંકના વધારા સાથે 22,462 પર બંધ રહ્યો હતો.
બજાર બંધ થતા નિફ્ટીના 50 શેર ગ્રીન નિશાન પર, 18 શેર લાલ નિશાન પર અને એક શેર કોઈ પણ બદલાવ વગર બંધ થયો હતો. નિફ્ટી પૈકના શેરમાં સૌથી વધુ તેજી જેએસડબલ્યૂ સ્ટીલમાં 4.86 ટકા, ટાટા સ્ટીલમાં 4.46 ટકા, ડિવિસ લેબમાં 4.14 ટકા, શ્રીરામ ફાયનાન્યમાં 3.27 ટકા અને અડાણી પોર્ટ્સમાં 2.69 ટકા નોંધાય હતી. ત્યાં જ આયશર મોટર્સમાં 1.66 ટકા, ટાઈટનમાં 1.47 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 1.25 ટકા, એલટીઆઈ માઈંડટ્રીમાં 0.98 ટકા અને ટાટા કન્ઝ્યુમરમાં 0.78 ટકાનો ઘટાડો થયો છે.
સેક્ટોરલ સૂચકઆંકની વાત કરીએ તો આજે મોટા ભાગના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી રિયલ્ટી 4.36 ટકા, નિફ્ટી મેટલ 3.70 ટકા, નિફ્ટી મીડિયા 4.69 ટકા, નિફ્ટી ફાયનાન્શિયલ સર્વિસિસ 1 ટકા, નિફ્ટી બેન્ક 0.96 ટકા, નિફ્ટી આઈટી 0.41 ટકા, નિફ્ટી ફાર્મા 1.11 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંક 1.03 ટકા, નિફ્ટી હેલ્થકેર 1.07 ટકા અને નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 0.52 ટકાના વધારા સાથએ બંધ થયા. આ ઉપરાંત નિફ્ટી એફએમસીજીમાં 0.11 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.16 ટકાનો ઘટાડો થયો છે.
આ પાંચ કારણોસર આવી માર્કેટમાં તેજી
- એક્સપર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત સંભાવનાઓને લઈ માર્કેટમાં પઝિટિવ અંડરકરંટ છે.
- આવનાર મહિનાઓમાં રેટ કટની શરૂઆત થવાની સંભાવનાથી પણ માર્કેટ સેન્ટીમેન્ટ સારું છે.
- હાલના ઘટાડા બાદ રોકાણકારો બજારમાં ખરીદારી કરી રહ્યા છે. કારણ કે તેઓ મીડિયમથી લોન્ગ ટર્મમાં ભારતીય શેરબજારને લઈ પોઝિટિવ છે.
- એક્સપર્ટ અનુસાર માર્કેટ અંડરટોન બુલિશ છે અને માર્કેટમાં મોમેન્ટમ છે.
- એક્સપર્ટ અનુસાર આવનાર સપ્તાહમાં નિફ્ટી 22,700 સુધી જઈ શકે છે.