નિલેશ વાઘેલા
મુંબઇ: આરબીઆઇ દ્વારા અશિર્વાદ માઇક્રો ફાઇનાન્સ સહિત ચાર એનબીએફસી પર નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ મણપ્પુરમ ફાઇનાન્સના શેરમાં ૧૫%નો જોરદાર કડાકો જોવા મળ્યો હતો. આના કારણે સંભવિત નફાના હિટ અને ભંડોળના ખર્ચમાં વધારાને ટાંકીને મોર્ગન સ્ટેનલી, બોફા અને જેફરીઝ જેવા ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી તેને ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે અને ટાર્ગેટ પ્રાઇસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
| Also Read: વૈશ્વિક સોનું નવી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં રૂ. ૧૬૦ની આગેકૂચ, ચાંદી રૂ. ૯૪૪ ઘટી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓને ટાંકીને મણપ્પુરમની એનબીએફસી સહિત ચાર એનબીએફસી પર નિયંત્રણો લાદ્યા બાદ આજે સત્રના શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જ તેમાં ૧૫ ટકાનો કડાકો બોલાયો હતો અને સ્ક્રીપ નીચલી સર્કિટ પર પહોંચી હતી. આરબીઆઇના નવા બિઝનેસ પરના નિયંત્રણોને કારણે કંપનીને તેની એનબીએફસીને ટેકો આપવો પડશે તેમ જ બોરોઇંગ કોસ્ટ માં વધારો થશે, જેને કારણે કંપનીના નફા પર દબાણ આવી શકે છે.
| Also Read: વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૬૨૩ ઝળકીને ફરી ₹ ૭૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૭૧૨ ઉછળી
આ પ્રકારની સંભાવનાને આધારે મોર્ગન સ્ટેન્લી, બેન્ક ઓફ અમેરિકા (બોફા), અને જેફ્રીઝ સહિતના બ્રોકારેજ હાઉસ દ્વારા કંપનની ટાર્ગેટ પ્રાઇસ અને રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી વેચવાલીનું દબાણ વધી જતા શેર ગબડ્યો હતો.