LG ઈલેક્ટ્રોનિક્સના IPOએ મચાવી ધૂમઃ દિવાળી પર રોકાણકારોની થઈ ચાંદી ચાંદી

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે એક નવો ઉત્સાહ આવ્યો હતો. પાછલા ઘણા સમયથી IPOના ટ્રેન્ડે લોકોની રોકાણ ક્ષમતા વધારી છે, એમાંય મોટી કંપનીના IPO પર મળનારું સારું વળતર લોકો માટે વધુ રોકાણ કરવા માટે પ્રેરણા બની જાય છે. આજે LG ઈલેક્ટ્રોનિક્સનો IPO શેર લિસ્ટિંગ થયું હતું.
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડના IPOનું આજે 54 ગણા વધુ સબ્સ્ક્રિપ્શન સાથે લિસ્ટિંગ થયો હતો, જેમાં સારું વળતર મળતા શેરધારકોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.
આપણ વાંચો: RBIની મોટી ભેટ! હવે શેર સામે મળી શકશે આટલા કરોડની લોન, IPO ફાઇનાન્સ અંગે પણ મોટી જાહેરાત…
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનું આઈપીઓ 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં સેબીએ આ કંપનીને આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવમાં 50% હિસ્સો યોગ્ય સંસ્થાગત ખરીદદારો (QIB) માટે 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35% રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રાખવામાં આવ્યો છે.
આઈપીઓની સબ્સ્ક્રિપ્શન સ્થિતિ જોઈએ તો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (QIB) 0.49 ગણું, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) 1.96 ગણું અને રિટેલ ઇન્વેસ્ટર્સ (RII) 0.76 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું હતું. આ આંકડા દર્શાવે છે કે રોકાણકારોમાં કંપની પ્રત્યે વિશ્વાસ છે.
આપણ વાંચો: આજે બજારમાં ધમાલ: એકસાથે ૧૦ IPO ખડકાયા
કંપનીનો પરિચય
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા 1997માં એલજી ઇલેક્ટ્રોનિક્સની સબ્સિડિયરી તરીકે સ્થાપિત થઈ હતી. આ કંપની હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (મોબાઈલ ફોનને બાદ કરતા)નું ઉત્પાદન અને વિતરણ કરે છે. પાછલા ઘણા દાયકાઓથી આ કંપની ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં ખુબ વખાણવામાં આવ છે.
કંપનીના લિસ્ટિંગની સાથે શેરધારકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરની કિંમતની વાત થાય તો શેર ખૂલતાની સાથે 1749 સુધીનો હાઈ જમ્પ માર્યો હતો. જો કે ત્યાથી શેરે નીચેની તરફ 1650 લો પણ માર્યો હતો.
તેમ છતા રોકાણ કારોને શેર પર લગભગ 40 ટકાથી વધુનો ફાયદો થયો છે. જેનો ઉત્સાહ બજારમાં જોવા મળી રહ્યો છે. દિવાળીના સમયમાં સામાન્ય લોકો મળેલી આ ભેટ ખુશીના સમાચાર છે. હવે આગામી સમયમાં કંપનીની વૃદ્ધિ પર લોકોની નજર રહેશે.