
મુંબઈ: લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડના શેર આજે સોમવારે શેર બજાર પર લીસ્ટ (Lenskarrt IPO listing) થયા છે. કંપનીના શેર મોટા ઘટાડા સાથે ખુલ્યા છે, લેન્સકાર્ટના IPOનો ઇશ્યૂ પ્રાઈઝ રૂ.402 હતો, આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE) પર કંપનીના શેર 3% ઘટાડા સાથે રૂ.390 પર લિસ્ટ થયા હતાં, ત્યાર બાદ શેરના ભાવ 11.52% ઘટીને રૂ.355.70 પર આવી ગયો હતો, પરંતુ ત્યાર બાદ રીકવરી જોવા મળી હતી.
નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE) પર લેન્સકાર્ટના શેર ઇશ્યૂ પ્રાઈઝથી 1.74%ના ઘટાડા સાથે રૂ.395 પર લિસ્ટ થયા હતાં, ત્યારબાદ એક શેરનો ભાવ ઘટીને રૂ.356.10 સુધી પહોંચી ગયો હતો.
પ્રારંભિક ઘટાડા બાદ લેન્સકાર્ટના શેરમાં રીકવરી જોવા મળી, બપોરે 12 વાગ્યે NSE પર લેન્સકાર્ટનો શેર 408.90 (ઇસ્યુ પ્રાઈઝથી 1.54 %વધુ ) અને BSE પર 408.15 (ઇસ્યુ પ્રાઈઝથી 1.53 %વધુ) પર ટ્રેડ કરી રહ્યા હતાં.
લેન્સકાર્ટનો IPO:
લેન્સકાર્ટ રૂ.7,278 કરોડનો IPO લઇને આવી હતી, જેને રોકાણકારો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. ઇશ્યૂ અંતિમ દિવસે લેન્સકાર્ટનો IPO 28.26 વખત સબસ્ક્રાઇબ થયો હતો. IPOની પ્રાઇસ બેન્ડ રૂ.382-રૂ.402 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
IPOમાં ₹2,150 કરોડના નવા ઇશ્યૂ થતો હતો. પ્રમોટર્સ અને રોકાણકારો દ્વારા વેચવામાં આવેલા 12.75 કરોડ ઇક્વિટી શેરોને ઓફર ફોર સેલ હેઠળ મુકવામાં આવ્યા હતાં.
IPO ફંડનો ઉપયોગ આ રીતે થશે:
IPO દ્વારા ઉભા થતા ફંડનો ઉપયોગ લેન્સકાર્ટ નવા કંપની સંચાલિત અને કંપનીની માલિકીના સ્ટોર્સ ખોલવા, લીઝ અને ભાડાની ચુકવણી, ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, બ્રાન્ડ માર્કેટિંગ અને ઇનઓર્ગેનિક એક્ષ્પેન્શન માટે કરશે.
આ પણ વાંચો…STOCK MARKET: પ્રાઇમરી માર્કેટમાં ક્યા શેરમાં પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ જોવાયું?



