અઠવાડિયાના છેલા કરોબારી દિવસે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત; સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઘટાડો…

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજાર (Indian Stock Market) ઘટાડા સાથે ખુલ્યા, છેલ્લા ચાર દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી રોનક ઝાંખી પડી છે. સવારે 9.21 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 140.20 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 76,209.86ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 22.35 પોઈન્ટના ઘટાડા સાથે 23,168.30 ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.
આ પણ વાંચો: શું શેરમાર્કેટની એકધારી પીછેહઠ આ સેક્ટરને પણ નડી ગઈ ?
શરૂઆતઅન કારોબારમાં આઇટી ઇન્ડેક્સમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત મેટલ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે ઓટો, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મામાં 0.5 ટકાનો વધારો નોંધાયો હતો. શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યો હતો. નિફ્ટીમાં બજાજ ફાઇનાન્સ, ઓએનજીસી, નેસ્લે, બજાજ ઓટો, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરોમાં વધારો નોંધાયો હતો. જ્યારે ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ટાઇટન કંપનીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો:ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ
ગુરુવારે યુએસ શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (DJI) 11.31 પોઈન્ટ ઘટીને 41,953.32 પર, S&P 500 (SPX) 12.40 પોઈન્ટ ઘટીને 5,662.89 પર અને નાસ્ડેક કમ્પોઝિટ (IXIC) 59.16 પોઈન્ટ ઘટીને 17,691.63 પર બંધ રહ્યો.