ITCના શેર ખરીદવાની આજે છેલ્લી તક
નિલેશ વાઘેલા
મુંબઇ: આઈટીસીના શેર ખરીદવાની છેલ્લી તક છે. સત્તાવાર લિસ્ટીંગ પહેલા સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ પર ડિમર્જરની અસરને ઘટાડવા માટે આઈટીસી હોટેલ્સના શેર શરૂઆતમાં બીએસઈ અને એનએસઈ પર ડમી ફોર્મેટમાં લિસ્ટેડ થશે.
આઈટીસી લિમિટેડ નીફ્ટીનો એવો એકવનમો શેર બનશે જે ડમી સ્વરૂપે રહેશે. આ શેરનું સત્તાવાર લિસ્ટીંગ થોડા અઠવાડિયામાં થશે. રોકાણકારોને તેમની પાસેના દરેક દસ આઈટીસી શેર માટે એક આઈટીસી હોટેલ્સ શેર મળશે.
Also read:શું આ કારણે સેન્સેક્સ ૭૭,૮૦૦ સુધી પટકાયો?
જાણકાર સાધનોએ મુંબઇ સમાચારને જણાવ્યું હતું કે, કોલકાતા સ્થિત વૈવિધ્યસભર ઔધોગિક સમૂહના 36 લાખ શેરધારકો માટે વેલ્યુ અનલોકીંગ પછી, આઈટીસી હોટેલ્સના શેર સોમવારે સ્ટોક એક્સચેન્જો બીએસઈ અને એનએસઈ પર સૂચિબદ્ધ થશે, પરંતુ શેરબજારમાં ડિમર્જરની અસરને કારણે કોઈ મોટી ઉથલપાથલ ના થાય એ માટે હાલ માત્ર ડમી અવતારમાં જ લિસ્ટીંગ થશે.m જ્યાં સુધી આગામી થોડા અઠવાડિયામાં આ સ્ટોક સત્તાવાર રીતે લિસ્ટ ન થાય ત્યાં સુધી રોકાણકારો આઈટીસી હોટેલ્સના ડમી વર્ઝનમાં વેપાર કરી શકશે નહીં. નોંધવું રહ્યું કે ડિમર્જર પહેલેથી જ અમલમાં આવી ગયું છે.