ઇઝરાયલ યુદ્ધ: ક્રૂડ ઓઇલની ઇન્વેન્ટરીમાં ઝડપી ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આંતરરાષ્ટ્રીય ધોરણે મિશ્ર સંકેત મળી રહ્યાં છે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષનો વહેલો અંત આવવાના અણસાર ના જણાતાં હોવાથી ક્રૂડ ઓઇલની કિંમતો જોખમ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. ગાઝા હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં સેંકડો લોકો માર્યા ગયા પછી મધ્ય પૂર્વમાં તણાવ ઓર વધ્યો હતો, આ ક્ષેત્રમાંથી ક્રૂડ ઓઇલના પુરવઠામાં સંભવિત વિક્ષેપ અંગે ચિંતાઓ ઊભી થઈ હતી. ક્રૂડ ઓઇલની ઇન્વેન્ટરીમાં પણ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.
ચીનના આર્થિક ડેટા સંદર્ભે કેટલાક નિરિક્ષકો એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે કે વિશ્ર્વના આ સૌથી વધુ ઉર્જા આયાત કરનાર રાષ્ટ્રમાં દેખીતી રીતે તમામ મોરચે સારો સુધારો દેખાઇ રહ્યું છે. ચીનના આર્થિક ડેટા તુલનાત્મક રીતે નબળા આવ્યા હોવા છતાં તેમાં અપેક્ષા કરતા ઝડપી સુધારો જોવા મળ્યો હોવાથી થોડાક સમય માટે બજારને ટેકો મળ્યો હતો.
બીજી તરફ ગ્રાહક ખર્ચ અને શ્રમ બજાર મજબૂત ડેટા જોતાં એવી અપેક્ષા સેવાઇ રહી છે કે અમેરિકાનું અર્થતંત્ર નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસક સમયગાળામાં લગભગ ચાર ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છેે.