શેર બજાર

IPO માર્કેટમાં જળવાઈ રહેશે તેજી, 22,000 કરોડના આઈપીઓને SEBI એ આપી મંજૂરી

મુંબઇ : શેરબજારમાં હાલ તેજી મંદીનો દોર ચાલી રહ્યો છે. બજારની આ ઉથલપાથલના કારણે રિટેલ રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેવા સમયે પ્રાઇમરી માર્કેટ એટલે કે આઇપીઓ( IPO)માર્કેટ પર તેની કોઈ અસર હોય તેવું લાગતું નથી. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રૂપિયા 11,850 કરોડથી વધુ મૂલ્યના ચાર આઈપીઓ આવ્યા છે. આ વલણ આગળ પણ ચાલુ રહેવાની ધારણા છે. જ્યારે પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર 25 કંપનીઓને આઇપીઓ લોન્ચ કરવા માટે સેબી પાસેથી મંજૂરી મળી છે. આ કંપનીઓ બજારમાંથી લગભગ 22,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

આ કંપનીઓના આઈપીઓ ટૂંક સમયમાં આવશે

આગામી દિવસોમાં બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સ, પ્રીમિયર એનર્જી, આર્કેડ ડેવલપર્સ અને નોર્ધન આર્ક કેપિટલ કંપનીઓના આઈપીઓ બજારમાં આવશે. મંગળવારે લિસ્ટ થયેલા બે IPOએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. તેનાથી રોકાણકારોનો આઈપીઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે. સારી કંપનીઓમાં રોકાણકારો નાણાંનું રોકાણ કરવામાં પાછીપાની કરતા નથી. જેના લીધે અનેક IPOને બમ્પર સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.

IPO માર્કેટમાં સતત તેજી શા માટે ?

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં મોટાભાગની કંપનીઓનું વેલ્યુએશન ઊંચું છે. એટલે કે શેરની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. આ કારણે રોકાણકારો પ્રાઇમરી માર્કેટમાં નાણાં રોકવાનું પસંદ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પણ IPOમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. ઓગસ્ટમાં પ્રાઇમરી માર્કેટમાં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO સફળ રહ્યો છે. આ IPOનું ઇશ્યૂ સાઈઝ રૂપિયા 6,146 કરોડ હતી.

| Also Read: Stock Market Latest : વૈશ્વિક બજારોના મજબૂત સંકેતના પગલે આજે વધારા સાથે ખૂલી શકે છે Sensex- Nifty

વિશ્વભરના ઇક્વિટી બજારો ભારે વેચાણના દબાણ હેઠળ

ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ માને છે કે આ દર્શાવે છે કે બજારમાં વિશ્વાસ છે. ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ એવા સમયે આવ્યો છે જ્યારે યુ.એસ.માં સંભવિત મંદીની ચિંતા, યેન કેરી ટ્રેડ અને પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવને દૂર કરવાને કારણે ગયા અઠવાડિયે વિશ્વભરના ઇક્વિટી બજારો ભારે વેચાણના દબાણ હેઠળ હતા. જેના લીધે ભારતીય શેરબજારમાં પણ દબાણ જોવા મળ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ