બેંગલુરુ: ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપની ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric Mobility) ના IPOની રોકાણકારો લાંબા સમયથી રાહ જોવાઈ રહ્યા છે. આ અઠવાડિયે રોકાણકારોની રાહનો અંત આવશે. મહિનાઓ સુધી અટળકો ચાલ્યા બાદ ઓલાએ IPO લોન્ચ અંગે જાહેરાત કરી છે.
Ola ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO 2 ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે, ઓલા ઈલેક્ટ્રિકના IPOની પ્રાઇસ બેન્ડ ₹72-76 છે. જે રોકાણકારો ઇશ્યુમાં સબ્સ્ક્રાઇબ કરે છે, તેમણે 195 ઇક્વિટી શેરની લોટ સાઈઝમાં અપ્લાઈ કરવાનું રહેશે. આ IPO 6 ઓગસ્ટે બંધ થશે. કંપનીના શેર BSE અને NSE બંને પર 9 ઓગસ્ટના રોજ લિસ્ટ થશે.
રોઇટર્સના મીડિયા અહેવાલ મુજબ, ઘણા મોટા વૈશ્વિક રોકાણકારો સોફ્ટબેંક સમર્થિત ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર કંપની ઓલા ઇલેક્ટ્રિકના IPOમાં બિડ કરી શકે છે. બિડ કરનારા સંભવિત રોકાણકારોમાં ફિડેલિતા, નોમુરા અને નોર્વેની નોર્જેસ બેંકના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તે સિવાય ઘણા ભારતીય મ્યુચ્યુઅલ ફંડોએ પણ બિડ કરવાની તૈયારી કરી છે.
અહેવાલ મુજબ એન્કર બુકમાં લગભગ $75 મિલિયનની બિડ ફિડેલિટી તરફથી આવી શકે છે. જ્યારે નોમુરા અને નોર્જેસ બેંકને આશરે $100-100 મિલિયનની બિડ મળવાની અપેક્ષા છે. આ રીતે, આ 3 રોકાણકારો સાથે મળીને ઓલા ઈલેક્ટ્રીક IPOની એન્કર બુકમાં $275 મિલિયનના શેર સબસ્ક્રાઈબ કરશે.
સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પણ દાયકાઓના અંતરાલ પછી ભારતીય બજારમાં વાહન કંપનીની પ્રથમ એન્ટ્રી સ્વીકારવા જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓમાં બિડ કરવા માટે તૈયાર થયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસબીઆઈ એમએફ, એચડીએફસી એમએફ, યુટીઆઈ એમએફ અને નિપ્પોન ઈન્ડિયા એમએફનો સમાવેશ થાય છે. આ મ્યુચ્યુઅલ ફંડ મળીને $700 મિલિયનની બિડ સબમિટ કરી શકે છે.
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીની સ્થાપન વર્ષ 2017 માં થઈહતી, કંપની મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો માટેના કમ્પોનન્ટનું ઉત્પાદન કરે છે.