
Stock Market: ભારતીય શેરબજાર હાલ કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મોટાભાગના શેરના ભાવમાં ઘટાડો થયો છે. શેરબજારમાં મંદીના કારણે રોકાણકારોના પણ લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આ દરમિયાન ઈન્ડસઈન્ડ બેંક પણ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા એક ફેંસલાના કારણે શેરમાં કડાકો બોલ્યો હતો. જેથી રોકાણકારોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
Also read : ભલે શેરમાર્કેટમાં ધમાસાણ હોય તો પણ એફડી કરતા સારું વળતર મળ્યું…
બેંકની નાણાંકીય સ્થિતિને લઈ વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ હતી. શનિવારે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, આ બેંકની નાણાંકીય સ્થિતિ સારી છે. છેલ્લા ચાર કારોબારી દિવસમાં જ આ શેરમાં 26 ટકાનો કડાકો બોલતાં રોકાણકારોને તોતિંગ નુકસાન થયું છે. 10 માર્ચના રોજ આ શેર 909.25 રૂપિયાના સ્તર પર ખૂલ્યો હતો અને 13 માર્ચના રોજ 672.65 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 14 માર્ચે શેરબજારમાં રજા હોવાથી ટ્રેડિંગ થયું નહોતું.

ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં થયેલા ઘટાડાની અસર બેંકના માર્કેટ કેપ પર પણ જોવા મળી છે અને ઘટીને 52350 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઈન્ડસઈન્ડ બેંકના શેરની 52 સપ્તાહની ટોચ 1576.35 રૂપિયા અને 52 સપ્તાહનું તળિયું 606 રૂપિયા છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 35.83 ટકાનો ઘટાડો થયો છે.
શેરમાં કેમ બોલ્યો કડાકો
આરબીઆઈએ બેંકના સીઈઓનો કાર્યકાળ ત્રણ વર્ષના બદલે માત્ર એક વર્ષ માટે જ વધાર્યો હતો. વર્તમાન મેનેજમેન્ટથી આરબીઆઈ ખુશ ન હોવાનું સ્પષ્ટ થતાં જ ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં ઘટાડો શરૂ થયો હતો. આ પછી તમામ બ્રોકરેજે પણ તેનો ટાર્ગેટ ઘટાડ્યો હતો, જેના પરિણામે શેર વધુ તૂટ્યો હતો.
રિઝર્વ બેંકે શનિવારે ઈન્ડસઈન્ડ બેંક અંગે ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, 31 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક માટે 16.46 ટકા કેપિટલ એડિક્સી રેશિયો અને 70.20 ટકા પ્રોવિઝન કવરેજ રેશિયો છે. આરબીઆઈ મુજબ, 9 માર્ચ 2025 સુધી તેનો લિક્વિડિટી કવરેજ રેશિયો 113 ટકા હતો. જે 100 ટકાની રેગ્યુલેટરી જરૂરિયાતથી વધારે છે. આરબીઆઈએ ગ્રાહકોને બેંક સાથે જોડાયેલી કોઈપણ અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી.
Also read : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: સિવિલ કોન્ટ્રેક્ટર વડોદરાથી પકડાયો
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ જોખમ પર આધારિત હોય છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.