મુંબઈ : ભારતીય શેરબજાર(Stock Market) મંગળવારે ફરી એકવાર વધારા સાથે ખૂલ્યું છે. જેમાં સેન્સેક્સ 297.86 પોઈન્ટના વધારા સાથે 80,722.54 પોઈન્ટ પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 76.25 પોઈન્ટના વધારા સાથે 24,648.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે શેરબજારો વધારા સાથે ખુલ્યા છે. અત્યારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર વધારા સાથે અને એક કંપનીના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
TCSના શેર 1.35 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે
મંગળવારે શરૂઆતના કારોબારમાં TCS 1.35 ટકાના વધારા સાથે સૌથી વધુ ટ્રેડ કરી રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 1.15 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.88 ટકા, ટાટા મોટર્સ 0.63 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.57 ટકા, ઇન્ફોસિસ 0.52 ટકા જ્યારે ભારતી એરટેલના શેર 0.47 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ONGCના શેરમાં ઘટાડો
સેન્સેક્સ ઉપરાંત નિફ્ટી 50માં લિસ્ટેડ 50માંથી 32 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 17 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે એક કંપનીના શેરમાં કોઈ ફેરફાર કર્યા વગર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. નિફ્ટી 50 પર, BPCL મહત્તમ 1.89 ટકાના વધારા સાથે અને ONGC મહત્તમ 1.33 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
સોમવારે પણ ભારતીય શેરબજારો ઉછાળા સાથે ખુલ્યા હતા
સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બજારો મોટા ઉછાળા સાથે ખુલ્યા હતા. સોમવારે સેન્સેક્સ 243.41 પોઈન્ટના વધારા સાથે 80,680.25 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 95.20 પોઈન્ટના વધારા સાથે 24,636.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે અંતે સેન્સેક્સ 12.16 પોઈન્ટના ઘટાડા સાથે 80,424.68 પોઈન્ટ અને નિફ્ટી 31.50 પોઈન્ટના ઘટાડા સાથે 24,572.65 પોઈન્ટ પર બંધ થયો હતો.