ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો…

મુંબઇ: ભારત-પાકિસ્તાન તણાવ અને વૈશ્વિક બજારમાં મજબૂતાઈ વચ્ચે સોમવારે ભારતીય શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 279.19 પોઈન્ટના વધારા સાથે 80,781.18 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.નિફ્ટી પણ 69.95 પોઈન્ટના વધારા સાથે 24,416.65 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આજના કારોબારની શરૂઆતમાં, સેન્સેક્સમાં, જેમાં 30 મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં 23 શેર શેર વધારા સાથે તેમજ 7 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરોમાં ભાવમાં વધ-ઘટ જોવા મળી
આજના કારોબારની શરૂઆતમાં નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એટરનલ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ સૌથી વધુ ઘટ્યા હતા. બેંકો સિવાયઅન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો. એફએમસીજી, ઓઇલ અને ગેસ 1-1 ટકા વધ્યા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અડધા ટકાના વધારા સાથે બંધ થયા છે.

આજે મોટાભાગના એશિયન બજારો બંધ રહ્યા
આજે મોટાભાગના એશિયન બજારો બંધ રહ્યા હતા. જેમાં જાપાનનો નિક્કી 225, હોંગકોંગનો હેંગ સેંગ, કોરિયાનો કોસ્પી અને અન્ય ઘણા બજારો શામેલ છે, ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન અને મૃત્યુની ઉજવણી માટે ઉજવાતા વેસાક દિવસને કારણે બંધ છે.

યુએસ સ્ટોક ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો
એક દિવસ પહેલા રવિવારે, યુએસ સ્ટોક ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 સાથે જોડાયેલા ફ્યુચર્સ લગભગ 0.50 ટકા ઘટ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ 0.50 ટકા ઘટ્યા હતા. નાસ્ડેક 100 ફ્યુચર્સ 0.50 ટકા ઘટ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button