ડિસેમ્બરના પહેલા જ દિવસે શેરબજારમાં મોટો ઉછાળો! સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યા

મુંબઈ: આજે ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે ભારતીય શેરબજારે પોઝીટીવ શરૂઆત નોંધાવી છે. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ નવા ઓલ ટાઈમ હાઈ સ્તર પર ખુલ્યો, સેન્સેક્સ 359 પોઈન્ટના વધારા સાથે 86,065 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 122 પોઈન્ટના વધારા સાથે ઓલ ટાઈમ હાઈ 26,325ના સ્તર પર ખુલ્યો.
બેંક નિફ્ટી 0.58% ના વધારા સાથે 60,102.10 પર ખુલ્યો. આજે સોમવારે શરૂઆતના કરોબારમાં નિફ્ટી પર SBI, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં મોટો વધારો નોંધાયો. જ્યારે, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન કંપની અને બજાજ ફાઇનાન્સના ઘટાડો નોંધાયો.
એશિયન બજારની મિશ્ર શરૂઆત:
આ મહિને યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શક્યતા છે. શુક્રવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા હતા. આજે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનના નિક્કી-225 ઇન્ડેક્સ 1.3 ટકાનો ધટાડો નોંધાયો અને ટોપિક્સમાં 0.72 ટકા ઘટાડો નોંધાયો હતો દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સ 0.66 ટકા ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેક 1.29 ટકાનો વધારો નોંધાયો.
આ ફેક્ટર્સ પર નજર રહેશે:
આ અઠવાડિયે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી, ભારત-યુએસ બિઝનેસ ડીલ, રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો, વ્હીકલ્સ સેલ્સ ડેટા, ફોરેઇન ઇન્સ્ટીટયુશનલ ફંડનો ફ્લો, ગોલ્ડ અને સિલ્વરના ભાવ અને અન્ય મુખ્ય સ્થાનિક અને વૈશ્વિક મેક્રોઇકોનોમિક ડેટાને આધારે ભારતીય શેરબજારમાં ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો…ચેરમેને રોકાણકારોને ચેતવ્યા, કહ્યું માહિતી વિના રોકાણ કરવું જોખમી


