ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 237 પોઈન્ટ ઉછળ્યો...
Top Newsશેર બજાર

ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 237 પોઈન્ટ ઉછળ્યો…

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 237.31 પોઈન્ટના વધારા સાથે 80,948.07 પર ખુલ્યો છે. તેમજ નિફ્ટી પણ 68.95 પોઈન્ટના વધારા સાથે 24,809.95 પોઈન્ટ પર ખુલ્યો છે.

જયારે શરૂઆતી કારોબારમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ, હિન્ડાલ્કોના શેરના ભાવમાં વધારો અને એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, ટ્રેન્ટ, ટાટા કન્ઝ્યુમરમાં ઘટાડો નોંધાયો છે.

એશિયન બજારમાં તેજી
જયારે એશિયન બજારમાં પણ તેજી જોવા મળી છે. જેમાં જાપાનનો નિક્કી 1.3 ટકા અને ટોપિક્સ 0.88 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.23 ટકા વધ્યો, જ્યારે કોસ્ડેક 0.78 ટકા મજબૂત બન્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઉચા સ્તરે ખુલ્યો હતો.

અમેરિકન શેરબજારમાં મિશ્ર કારોબાર
અમેરિકન શેરબજારમાં શુક્રવારે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 34.47પોઈન્ટ વધીને 45,435.33પર બંધ થયો.

જ્યારે એસ એન્ડ પી 500 20.58 પોઈન્ટ ઘટીને 6,481.50 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 7.31 પોઈન્ટના ઘટાડા સાથે 21,700.39 પર બંધ થયો.

આ પણ વાંચો…અસ્થિર માહોલમાં માર્કેટમાં કોણે આપ્યું દમદાર રિટર્ન? જાણો 10 વર્ષમાં સ્મોલ, મિડ અને લાર્જ-કેપ ફંડનું પ્રદર્શન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button