ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારની આજે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ફલેટ શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 28.84 પોઈન્ટના વધારા સાથે 81,786.57 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જયારે નિફ્ટી 0.6 પોઈન્ટના ઘટાડા સાથે 24,967.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેમાં શરૂઆતી ટ્રેડમાં મેટલ, બેંક અને મીડિયા સિવાય અન્ય તમામ સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે ઓઈલ, એફએમજીસી અને ઓટો શેરમાં પણ અડધા ટકાથી વધારાનો ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારમાં મિશ્ર વલણ
જયારે ચીનની સેન્ટ્રલ બેંકના વ્યાજ દરના નિર્ણય પછી એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.35 ટકા વધ્યો છે. જ્યારે કોસ્ડેક ફ્લેટ રહ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ મજબૂત શરૂઆતનો સંકેત આપે છે.
યુએસ બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું
જયારે શુક્રવારે યુએસ શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 142.30 પોઈન્ટ ઘટીને 44,342. 19 બંધ થયો હતો, જ્યારે એસએન્ડપી 500. 57 પોઈન્ટ ઘટીને 6296. 79 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 10.01 પોઈન્ટ વધીને 20,895.66 પર બંધ થયો હતો.
આ પણ વાંચો…ટેરિફની ચિંતાને અવગણી બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં, આગળ શું થશે?