ભારતીય શેરબજારની નબળી શરુઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર

ભારતીય શેરબજારની નબળી શરુઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખુલ્યું છે. જેમાં સેન્સેક્સ 163 પોઇન્ટના ઘટાડા સાથે 81,299.97 પર ટ્રેડ થઈ રહ્યો છે. જયારે નિફ્ટી પણ 54.5 પોઇન્ટના ઘટાડા સાથે 24,782. 45 પર ટ્રેડ થઈ રહ્યો છે. જયારે ટાટા મોટર્સ, સિપ્લા, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર અને બજાજ ફિનસર્વ જેવા શેરોમાં મજબૂતી જોવા મળી. તેમજ કોટક મહિન્દ્રા બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, જિયો ફાઇનાન્શિયલ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક અને ટાઇટન કંપની જેવા દિગ્ગજ શેરોમાં ઘટાડો જોવા મળ્યો.

એશિયન બજારોમાં મિશ્ર વલણ

જ્યારે બીજી તરફ એશિયન બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું છે. જેમાં . જાપાનનો નિક્કી 225 0.52 ટકા ઘટ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.11 ટકા ઘટ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ મજબૂત ઓપનિંગના સંકેત આપી રહ્યો છે.

આપણ વાંચો:  શેરબજારમાં ૧૪ આઇપીઓ આવશે, ૧૨ નવા શેરનું લિસ્ટિંગ થશે

શુક્રવારે યુએસ બજારો રેકોર્ડ હાઈ પર બંધ થયા

જયારે શુક્રવારે યુએસ બજારો રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. તેમજ યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.47 ટકા વધીને 44,901.92 પર બંધ થયો. એસએન્ડપી 500 0.40 ટકા વધીને 6,388.64 ના રેકોર્ડ સ્તરે પર બંધ થયો. નાસ્ડેક પણ 0.24 ટકાના વધારા સાથે 21,108.32 પર સ્તરે બંઘ થયો હતો. અમેરિકાની ટેરીફ ડીલ અન ફેડરલ બેંકના રેટ કટની ચર્ચાના પગલે વૈશ્વિક બજારમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button