ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સમાં 34.09 પોઈન્ટનો વધારો | મુંબઈ સમાચાર
Top Newsશેર બજાર

ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સમાં 34.09 પોઈન્ટનો વધારો

ભારતીય શેરબજારની આજે સપ્તાહના બીજા દિવસે પણ ફ્લેટ શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 34.09 પોઈન્ટના વધારા સાથે 81,819.83 પર ખુલ્યો હતો. જયારે નિફ્ટી 8.65 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,077.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે નિફ્ટીના શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, એલ એન્ડ ટી, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ અને બજાજ ફિનસર્વ વધારો જોવા મળ્યો છે. જયારે ટાઇટન કંપની, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એશિયન પેઇન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર અને જિયો ફાઇનાન્શિયલના શેરમાં ઘટાડો નોંધાયો છે.

એશિયન બજારોમાં તેજી

જયારે એશિયન બજારો પર નજર કરીએ તો તેજી જોવા મળી છે. જેમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.23 ટકા વધ્યો છે. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં 0.50 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઊંચા ખુલવાનો સંકેત આપે છે.

અમેરિકન બજારોમાં સોમવારે તેજી જોવા મળી

આ ઉપરાંત અમેરિકન બજારોમાં સોમવારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.12 ટકા વધીને 45,978.43 પર બંધ થયો હતો. એસએન્ડપી 500 0.47 ટકા ઘટીને 6624.57 પર બંધ થયો હતો. જયારે નાસ્ડેક 0.94 ટકા વધીને 22,348.75 ની રેકોર્ડ ઊંચી સપાટીએ બંધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે રોકાણકારો ભારત-યુએસ ટ્રેડ ડીલ, યુએસ ફેડરલ રિઝર્વ નીતિ, ભારત-યુરોપિયન યુનિયન વેપાર કરાર, વિદેશી મૂડી પ્રવાહ અને અન્ય આર્થિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આપણ વાંચો:  હાઉસિંગ પ્રોજેકટસમાં રૂ. ૧૦ લાખ કરોડની મૂડી સલવાઇ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button