ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો

મુંબઈ : ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત થઈ છે. જેમાં શરુઆતી કારોબારમાં સેન્સેક્સ 46.75 પોઈન્ટ વધીને 80,314.37 પર ખુલ્યો હતો. જયારે નિફ્ટી 22.2 પોઈન્ટ વધીને 24,633.30 પર ખુલ્યો હતો. જેની બાદ સેન્સેક્સમાં 134 પોઈન્ટ અને નિફ્ટીમાં 48. 95 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનાન્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટ્રેન્ટ, ટાટા કન્ઝ્યુમર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વધારો જયારે એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એલએન્ડટી, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને ટાઇટન કંપનીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર વેપાર

જયારે બુધવારે એશિયન બજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો હતો. જયારે જાપાનનો નિક્કી 225 0.66 ટકા ઘટ્યો જ્યારે ટોપિક્સ 1.52 ટકા ઘટ્યો છે. જયારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.57 ટકા વધ્યો અને કોસ્ડેક 0.77 ટકા વધ્યો છે.

અમેરિકન બજારમાં તેજી

આ ઉપરાંત અમેરિકા સરકારના શટડાઉન પૂર્વે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 81.82 પોઈન્ટ વધીને 46,397.89 પર બંધ થયો છે. જયારે એસએન્ડપી500 27.25 પોઈન્ટ વધીને 6,688.46 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 68.86 પોઈન્ટ વધીને 22,660.01 પર બંધ થયો હતો.

આપણ વાંચો:  બેન્ચમાર્કની એકધારી પીછેહઠ છતાં શેરબજારના એમકેપમાં મામૂલી ધસરકો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button