ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત , સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત , સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત બાદ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સની સામાન્ય વધારા સાથે શરુઆત થઈ હતી. જયારે બાદમાં 197.52 નો ઘટાડા સાથે 81,962.45ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. જયારે નિફ્ટી પણ 70.10 ના ઘટાડા સાથે 25,132.25 પર ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સના શેરોમાં મારુતિ, મહિન્દ્રા અને મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને બજાજ ફિનસર્વ વધારો જોવા મળ્યો હતો. જયારે સન ફાર્મા, એશિયન પેઇન્ટ, એટરનલ, ટ્રેન્ટ અને ભારતી એરટેલમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં વધારો

જયારે મંગળવારે એશિયન બજારોમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં જાપાની બજારો રજાના કારણે બંધ રહ્યા. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.22 ટકા વધ્યો હતો. જ્યારે કોસ્ડેક 0.28 ટકા વધ્યો.

અમેરિકન શેરબજાર ત્રીજા સત્રમાં રેકોર્ડ હાઈ પર બંધ થયા

આ ઉપરાંત અમેરિકન શેરબજાર સોમવારે સતત ત્રીજા સત્રમાં રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. જેમાં . ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 66.27 પોઈન્ટ વધીને 46,381.54 પર બંધ થયો હતો. જ્યારે એસએન્ડપી 500 29.39 પોઈન્ટ વધીને 6,693.75 પર બંધ થયો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ 157.50 પોઈન્ટ વધીને 22,788.98 પર બંધ થયો છે.

આપણ વાંચો:  જાણો શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ ક્યા દિવસે, કેટલા વાગે થશે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button