
મુંબઈ : ભારતીય શેરબજારની આજે નબળી શરુઆત થઈ છે. જેમાં શરુઆતના કારોબારના સેન્સેક્સ 146.86 પોઈન્ટ ઘટીને 81,955.24 પર ખુલ્યો છે. જયારે નિફ્ટી પણ 40.75 પોઈન્ટ ઘટીને 25,128.75 પર ખુલ્યો છે.
જયારે આજે નિફ્ટીના શેરોમાં ટ્રેન્ટ, એસબીઆઈ, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી અને ઓએનજીસી જેવા શેરોમાં ઉછાળો જોવા મળ્યો. જયારે હીરો મોટોકોર્પ, ટાઇટન કંપની, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા દિગ્ગજ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારોમાં ઘટાડો
જયારે એશિયન બજારમાં અમેરિકન બજારમાં થયેલા ઘટાડાની અસર જોવા મળી હતી. જેમાં બુધવારે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો. જાપાનનો નિક્કી 225 0.08 ટકા ઘટ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.35 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.35 ટકા ઘટ્યો હતો. કોસ્ડેક 0.39 ટકા ઘટ્યો હતો.
જેરોમ પોવેલની ટીપ્પણી બાદ અમેરિકન બજારો ઘટ્યા
આ ઉપરાંત અમેરિકન બજાર ફેડરેલ બેંકના ચેરમેન જેરોમ પોવેલની ફુગાવા અને રોજગાર અંગેની ટીપ્પણી બાદ મંગળવારે ઘટ્યું હતું. ડાઉ જોન્સ 88.76 પોઈન્ટ ઘટીને 46,292.78 પર બંધ થયો હતો, જ્યારે એસએન્ડપી 500 36.83 પોઈન્ટ ઘટીને 6,656.92 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 215.50 પોઈન્ટ ઘટીને 22,573.47 પર બંધ રહ્યો હતો.
આ પણ વાંચો…જીએસટીમાં કાપ, ઈ-કોમર્સ પ્લેટફોર્મનાં ભાવઘટાડા પર કેન્દ્રની ચાંપતી નજર