ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત બાદ સેન્સેકસ નિફ્ટીમાં વધારો

મુંબઈ : ભારતીય શેરબજારની આજે ફ્લેટ શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 27.24 પોઈન્ટ ના ઘટાડા સાથે 81,899.51 પોઈન્ટ પર ખુલ્યો હતો. જયારે નિફ્ટી 28.55 પોઈન્ટના ઘટાડા સાથે 25,079.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે થોડી વાર સેન્સેક્સમાં 231.58 પોઈન્ટ અને નિફ્ટીમાં 56.90 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.
જયારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 14 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને બાકીની બધી 16 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. નિફ્ટીની કંપનીઓમાંથી ફક્ત 16 કંપનીઓના શેર વધારા સાથે અને બાકીની 33 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.
આપણ વાંચો: ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત બાદ સેન્સેકસ નિફ્ટીમાં વધારો…
એશિયન બજારોમાં વધારો
આ ઉપરાંત એશિયન બજારોમાં આજે વધારો નોંધાયો છે. જાપાનનો નિક્કી 225 0.4 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ 0.62 ટકા વધ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઊંચા ખુલવાનો સંકેત આપે છે. ચીની અને દક્ષિણ કોરિયન બજારો બંધ રહ્યા હતા.
અમેરિકન બજાર મંગળવારે ઘટાડા સાથે બંધ થયું
જયારે અમેરિકન શેરબજાર મંગળવારે ઘટાડા સાથે બંધ થયું હતું. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 91.99 પોઈન્ટ ઘટીને 46,602.98 પર બંધ થયો હતો. જ્યારે એસએન્ડપી 500 25.69 પોઈન્ટ ઘટીને 6,714.59 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 153.30 પોઈન્ટ ઘટીને 22,788.36 પર બંધ થયો હતો.