
મુંબઈ : ઈરાન ઈઝરાયેલ યુદ્ધ વિરામ બાદ ભારતીય શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 393.69 પોઈન્ટ ના વધારા સાથે 82,448.80 પોઈન્ટ પર ખુલ્યો. નિફ્ટી પણ આજે 106.00 પોઈન્ટના વધારા સાથે 25,150.35 પોઈન્ટ પર ખુલ્યો. સેન્સેક્સમાં ટોચના ઘટાડાવાળા શેરોમાં બીઇએલ અને કોટક બેંકનો સમાવેશ થાય છે. જેમાં અડધા ટકાથી પણ ઓછો ઘટાડો થયો છે.
જ્યારે ટાઇટન, હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે મંગળવારે, સેન્સેક્સ 637.82 પોઈન્ટના વધારા સાથે 82,534.61 પોઈન્ટ પર ખુલ્યો અને નિફ્ટી 208.00 પોઈન્ટના વધારા સાથે 25,179.90 પોઈન્ટ પર ખુલ્યો હતો.
એશિયન માર્કેટમાં પણ વધારો
ઈરાન ઈઝરાયેલ યુદ્ધ વિરામ બાદ એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં જાપાનનો નિક્કી 0.12 ટકા વધ્યો છે. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.44 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પણ વધવાની ધારણા છે.
અમેરિકન બજારોમાં પણ તેજી
આ ઉપરાંત અમેરિકન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. જેમાં ડાઉ જોન્સ 507 પોઈન્ટ, એસ એન્ડ પી ૫૦૦ 1.11 ટકા અને નાસ્ડેક 1.43 વધ્યા. આ દરમિયાન ટેસ્લાના શેરના ભાવમાં 2.4 ટકાનો ઘટાડો થયો. પરંતુ એનવીડિયા 2.59 ટકા અને એડવાન્સ્ડ માઇક્રો 6. 83 ટકા વધ્યા. ફેડએક્સ શેર 4 ટકાથી વધુ ઘટ્યા.