શેર બજાર

ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો

મુંબઇ : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના બીજા દિવસે તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 79 પોઈન્ટના વધારા સાથે
83,685 પર ખુલ્યો. જે બાદમાં વધીને 197 પોઈન્ટે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 34 પોઇન્ટના વધારા સાથે 25551 ના સ્તરે ખૂલ્યો હતો. તેમજ બાદમાં વધીને 44.40 પોઈન્ટ થઇ હતી. સેન્સેક્સના શેરો પર નજર કરીએ, તો એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક, ટાઇટન, બીઇએલ, ટાટા સ્ટીલ, આઇટીસી, સન ફાર્મા વગેરે જેવા શેરોમાં તેજી જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં મિશ્ર વેપાર થયો

એશિયન બજારોમાં મિશ્ર વેપાર થયો. જ્યારે યુએસ શેરબજારો રાતોરાત ઊંચા બંધ થયા. આમાં એસએન્ડપી 500 અને નાસડેક રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા. વોલ સ્ટ્રીટ પર રાતોરાત રેકોર્ડ વધારા બાદ એશિયન બજારો મિશ્ર રહ્યા. જાપાનનો નિક્કી 225 1.03 ટકા ઘટ્યો અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.56 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.67 ટકા અને કોસ્ડેક 0.66 ટકા વધ્યો. હોંગકોંગના બજારો જાહેર રજાના લીધે બંધ છે.

બજાર નિષ્ણાતોના મતે, ગયા અઠવાડિયે મજબૂત વૈશ્વિક સંકેતો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. જોકે, પ્રોફિટ બુકિંગને કારણે ઘટાડો જોવા મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button