
મુંબઈ: આજે બુધવારે લાંબા સમય બાદ ભારતીય શેરબજાર(Indian Stock Market)માં હરિયાળી જોવા મળી છે. સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 132.6 પોઈન્ટના વધારા સાથે 93,122.53 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી 37.35 પોઈન્ટના વધારા સાથે 22,120.00 ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.
Also read : વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે
સવારે 9.40 વાગ્યે સેન્સેક્સ 420.12 પોઈન્ટ વધીને 73,410.05 પર પહોંચ્યો હતો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં પર M&M, પાવરગ્રીડ, HCL ટેક, ઝોમેટો અને NTPC ના શેર વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા હતાં. જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, HDFC બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને LTના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
પ્રી-ઓપનિંગ:
આજે પ્રી-ઓપનિંગ સેહનમાં સેન્સેક્સ 148 પોઈન્ટ ઘટીને 72,841 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 53 પોઈન્ટ ઘટીને 22,026 પર ટ્રેડ કરી રહ્યો હતો.