ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

મુંબઈ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ માં અમેરિકાની એન્ટ્રી વચ્ચે ભારતીય શેરબજારની સપ્તાહના અંતિમ દિવસે તેજી સાથે શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 228 પોઈન્ટના વધારા ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 36.45 પોઈન્ટ વધીને 24,829.70 પર ખુલ્યો હતો. આજે જે શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાં સૌથી વધુ વધારો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો. જેમાં શેરમાં 1.01 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમજ ભારતી એરટેલ 0.71 ટકા, એટરનલ 0.71 ટકા, HDFC બેંકના શેરમાં 0.57 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.61 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે આજે ઘટેલા શેરોમાં, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 0.90 ટકાનો ઘટાડો થયો છે. બજાજ ફાઇનાન્સ 0.49 ટકા, ટેક મહિન્દ્રા 0.37 ટકા, ટાટા મોટર્સ 0.21 ટકા અને કોટક મહિન્દ્રાના શેરમાં 0.21 ટકાનો ઘટાડો થયો છે.
એશિયન બજારોઆ મિશ્ર વલણ
જ્યારે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે એશિયન બજારો મોટાભાગે વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે યુએસ શેરબજાર બંધ રહ્યું હતું અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વધારો થવાના ચેતવણી પર યુએસ સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા હતા.
એશિયન બજારમાં જાપાનનો નિક્કી 0.13 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.51 ટકા અને કોસ્ડેક 0.41 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ નબળા શરૂઆતનો સંકેત આપે છે.
ગુરુવારે યુએસ બજાર બંધ હતું
આ ઉપરાંત જૂનટીન્થ રજા માટે ગુરુવારે યુએસ બજાર બંધ હતું. આજે શરૂઆતમાં યુએસ ફ્યુચર્સ ઘટાડામાં હતા. ડાઉ જોન્સ 0.3 ટકા, નાસ્ડેક 0.2 ટકા અને એસએન્ડપી 500 0.2 ટકા ઘટ્યો હતો.