ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો...
Top Newsશેર બજાર

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો…

મુંબઈ : ભારતીય શેરબજારની સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ શરુઆત થઈ હતી. જેની બાદ બજારમાં તેજી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 19.34 પોઈન્ટ ના નજીવા વધારા સાથે 79,828.99 પોઈન્ટ પર ખુલ્યો હતો.

જયારે નિફ્ટી 5.85 પોઈન્ટના વધારા સાથે 24,432.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, તેની બાદ સેન્સેક્સમાં ઉછાળો આવ્યો હતો અને 331 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. તેમજ નિફ્ટીમાં 104. 35 નો વધારો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સની 30 માંથી 27 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા
જેમાં સેન્સેક્સની 30 માંથી 27 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા અને બાકીની 3 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. જયારે નિફ્ટી 50 માંથી 40 કંપનીઓના શેર પણ વધારા સાથે ખુલ્યા હતા અને 8 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.

એશિયન બજારોમાં ઘટાડો
એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં જાપાનનો નિક્કી 225 0.87 ટકા ઘટ્યો. જ્યારે, ટોપિક્સ ઇન્ડેક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.41 ટકા ઘટ્યો, જ્યારે કોસ્ડેક 0.74 ટકા ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ મજબૂત શરૂઆતનો સંકેત આપ્યા છે.

યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર ફેડરલ કોર્ટના ચુકાદા બાદ શેરબજારમાં અસર જોવા મળી હતી. જેમાં
શુક્રવારે યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા.

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.20 ટકા ઘટીને 45,544.88 પર બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 0.64 ટકા ઘટીને 6,460.26 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 1.15 ટકાના ઘટાડા સાથે 21,455.55 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાયા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button