
મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 213.81 પોઈન્ટના વધારા સાથે 82,400.62 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 64.65 પોઈન્ટના વધારા સાથે 25,125.55 ના સ્તરે હતો. જેમાં નિફ્ટીના શેરો પર નજર કરીએ તો ભારતી એરટેલ, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, શ્રીરામ ફાઇનાન્સ, જિયો ફાઇનાન્સિયલના શેર સૌથી વધુ વધ્યા છે. જ્યારે ઓએનજીસી , હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર અને સિપ્લાના શેર સૌથી વધુ ઘટ્યા છે.
એશિયન બજારોમાં પણ તેજી
જ્યારે બીજી તરફ એશિયન બજારોમાં અમેરિકા અને જાપાનની ટ્રેડ ડીલની અસરો જોવા મળી. જેના પગલે ટોક્યોના નિક્કી 225 ઇન્ડેક્સમાં ૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો. જયારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.1 ટકા વધીને 25,397.81, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.8 ટકા વધીને 3,608.58, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.1 ટકા વધીને 3,172.10 પર બંધ થયો છે.
આપણ વાંચો: મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, જાણો ટોપ ગેઈનર્સ-લૂઝર્સ
અમેરિકન શેરબજારમાં મંગળવારે મિશ્ર વલણ
અમેરિકન શેરબજારમાં મંગળવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ડાઉ જોન્સમાં 132.75 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. જયારે નાસ્ડેકમાં 81.49 પોઇન્ટનો ઘટાડો થયો હતો. જયારે એસએન્ડપી 500 માં 4. 02 નો ઘટાડો થયો છે.