નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીવાળા જોરમાં છે. ખુલતા સત્રમાં જ બજારે સારી જંપ લગાવી છે. ગિફ્ટ નિફ્ટી સાથે એશિયન બજારોના સારા સંકેત જોતા બજાર ઊંચા મથાળે ખુલવાનું નિશ્ચિત જ હતું.
જોકે, આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ફરી એક વખત ૭૨,૦૦૦ની તદ્દન લગોલગ પહોંચી પાછો ફર્યો છે. અંતર ખૂબ ઓછું હોવાથી કદાચ આ સત્રમાં બેન્ચમાર્ક આ સ્તર વટાવી પણ નાખે!
આઇટી શેરો અને ઓટો અગ્રણી બજાજ ઓટોની આગેવાની હેઠળ શરૂ થયેલી લેવાલીને પગલે સોમવારે તીવ્ર ઘટાડા પછી મંગળવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ઝડપથી ઊંચી સપાટી તરફ આગળ વધ્યા હતા.
વોલેટિલિટી સૂચક, ઇન્ડિયા VIX, ચાર ટકા ઘટ્યો હતો. ઝી અને સોનીનું મર્જર ફરી ઘોંચમાં પડ્યું હોવાની ચર્ચા વચ્ચે ઝીના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે મીડિયા શેર ગબડ્યા હતા. અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો પોઝિટિવ વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
લોંગ પોઝિશન સતત ઘટી રહી છે અને ટૂંકી પોઝિશન્સ વધી રહી છે. આ ટૂંકી બિલ્ડ અપ મંદીની અપેક્ષાઓ પર છે કે હાલના ઊંચા મૂલ્યાંકનને ટકાવી રાખવું મુશ્કેલ છે અને કેટલાક ટ્રિગર્સ તીવ્ર કરેક્શન તરફ દોરી શકે છે, એમ જણાવતાં જિયોજિત ફાઇનાન્સિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, ડૉ. વી કે વિજયકુમાર કહે છે કે આ અટકળ સાચી પડે એવી શક્યતા ઓછી છે, કારણ કે વૈશ્વિક સંકેત તેજીના છે. યુએસ માર્કેટમાં તેજી સાથે સકારાત્મક વળાંક આવ્યો છે અને સાથે સ્થાનિક સંકેતો પણ સારા દેખાઈ રહ્યા છે. અલબત્ત આ તબક્કે શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...