ટોપ ન્યૂઝશેર બજાર

ખુલતાની સાથે જ બજાર ગબડ્યું, સેન્સેક્સ 700 પોઈન્ટ તુટ્યો; આ સેક્ટરમાં મોટું ધોવાણ…

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ગબડ્યું (Indian Stock market opening) હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) આજે 268 પોઈન્ટના ઘટાડા સાથે 81,323 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 3 શેર ગ્રીન ઝોનમાં અને 27 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.

બજાર ખુલ્યાની થોડી મિનિટોમાં સેન્સેક્સ 718 પોઈન્ટ ઘટીને 80,878 પર આવી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 182 પોઈન્ટ ઘટીને 24,630 પર આવી ગયો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, એચસીએલ ટેક, નેસ્લે ઇન્ડિયા, HUL, ITC, TCL, ઇન્ફોસિસ, ટાઇટન, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, મારુતિ, સન ફાર્મા, રિલાયન્સ, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, બજાજ ફાઇનાન્સિંગ, ઝોમેટો અને એસબીઆઈના શેરમાં નોંધાયો હતો. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલના શેરમાં વધારો જોવા મળ્યો.

IT શેરોમાં મોટો ઘટાડો:
સેકટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો શરૂઆતના કારોબારમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટીમાં 1.60 ટકાનો જોવા મળ્યો. આ ઉપરાંત, નિફ્ટી એફએમસીજી 1.49 ટકા, નિફ્ટી ઓટો 1.27 ટકા, નિફ્ટી મેટલ 0.35ટકા, નિફ્ટી ફાર્મા 0.97 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.19 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.66 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.26 ટકા, નિફ્ટી હેલ્થકેર 0.83 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.14 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.90 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.63 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમ 0.92 ટકા ઘટ્યા હતા. ફક્ત નિફ્ટી મીડિયામાં 0.19 ટકાનો વધારો જોવા મળ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button