શેર બજારની તેજી સાથે શરૂઆત; સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો વધારો

મુંબઈ: આજે બુધવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું, પોઝીટીવ વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ આજે સવારે શરૂઆતના કારોબારમાં 204.60 પોઈન્ટના વધારા સાથે 82,585.29 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 69.75 પોઈન્ટના વધારા સાથે 25,308.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દર ઘટાડે એવી શક્યતા છે, જેની અસર વૈશ્વિક બજારો પર પડી રહી છે. નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં ટાટા કન્ઝ્યુમર, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, NTPC, ONGC ના શેરમાં સૌથી વધારે વધારો નોંધાયો, જ્યારે સિપ્લા અને ટેક મહિન્દ્રામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
ડોલર સામે રૂપિયો મજબૂત:
શરૂઆતના કારોબારમાં કારોબારમાં BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.3 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થયો છે, એક ડોલર સામે રૂપિયયો 87.82 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ:
આજે બુધવારે સવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી-225 0.2% વધીને 44,995.79 પર બંધ રહ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.7% ઘટીને 8,812.80 પર બંધ રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 1.0% ઘટીને 3,415.71 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો.
આપણ વાંચો: સેબીએ છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવાની મંજુરી આપી, 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે