ભારતીય શેરબજારની સારી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો નોંધાયો

મુંબઇ : ભારતીય શેરબજારે બુધવારે વધારા સાથે શરૂઆત કરી છે. જેમાં સેન્સેક્સ 217.16 પોઈન્ટના વધારા સાથે 81,403.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 55.85 પોઈન્ટના ઉછાળા સાથે 24,739.75 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેકસના શેરોમાં સન ફાર્મા, મારુતિ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ અને આઇસીઆઈસીઆઈ બેંક શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળ્યો. જેમાં સન ફાર્મા 0.85 ટકા વધ્યો હતો. બીજી તરફ, ઇટરનલ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ અને એનટીપીસી જેવા શેરમાં ઘટાડો જોવા મળ્યો. જેમાં ઇટરનલ લગભગ 0.68 ટકા ઘટ્યો હતો.
આપણ વાંચો: કેન્દ્ર સરકારે આપી બ્રોકર્સને મોટી રાહત, વ્યવસાયની વ્યાખ્યા સ્પષ્ટ કરી
એશિયન બજારોના તેજી જોવા મળી
વોલ સ્ટ્રીટ પર રાતોરાત નુકસાન છતાં બુધવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનના નિક્કી 225 માં 0.26 ટકાનો વધારો થયો, જ્યારે ટોપિક્સમાં 0.45 ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.58 ટકા અને કોસ્ડેકમાં 0.95 ટકાનો વધારો થયો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે નીચી શરૂઆતનો સંકેત આપ્યો.
યુએસ શેરબજાર નીચા સ્તરે બંધ થયા
અમેરિકામાં મંગળવારે ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે યુએસ શેરબજાર નીચા સ્તરે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 114.83 પોઈન્ટ ઘટીને 42,677.24 પર બંધ રહ્યો. જ્યારે, S&P 500 23.14 પોઈન્ટ ઘટીને 5,940.46 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 72.75 પોઈન્ટ અથવા 0.38 ટકા ઘટીને 19,142.71 પર બંધ થયો.