મુંબઈ: આજે ભારતીય શેરબજાર (Indian stock market)ઘટાડા સાથે ખુલ્યું હતું, જો કે થોડી વાર બાદ NSEનો નિફ્ટી ગ્રીન સિગ્નલ પર પરત ફર્યો છે. શરૂઆતના 5 મિનિટ પછી તરત જ, BSE સેન્સેક્સ 115.79 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 80,336.51 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નો નિફ્ટી 24,481.55 ના પર ટ્રેડ થયો હતો.
સેન્સેક્સના શેરો પર નજર કરીએ તો, BAJFINANCE, BAJAJFINSV, TATASTEEL, HDFCBANK, TCS, INFY, JSWSTEEL, ADANIPORTS, HCLTECH, BHARTIARTL અને NESTLEINDમાં સારી તેજી જોવા મળી રહી છે.
નિફ્ટી શેરોમાં પણ બજાજ BAJFINANCEએ સારી ઓપનિંગ દર્શાવી છે અને તે 3.67 ટકા વધ્યો છે, તેના ગ્રુપ શેરો જેમ કે બજાજ ફિનસર્વ અને બજાજ ઓટો પણ તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
મંગળવારે ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ 930.55 પોઈન્ટ ઘટીને 80,220.72 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી 309 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 24,472.10 પોઈન્ટ પર બંધ થયો હતો.
બજારના જાણકારોના મતે વિદેશી રોકાણકારોની પીછેહઠ અને વૈશ્વિક બજારોમાં નરમાઈના કારણે ભારતીય બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે અને ચીનમાં સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાતને કારણે FII ભારતીય બજારમાંથી નાણાં પાછી ખેંચી રહ્યા છે, જેની બજાર પર વિપરીત અસર પડી રહી છે.
નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.