ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

ભારતીય શેરબજારની આજે સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત થઇ છે. જેમાં આજે સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટીને 82193 પર ખુલ્યો છે. જયારે નિફ્ટી માત્ર 2.90 પોઈન્ટના ઘટાડા સાથે 25108 પર ખુલ્યો છે. એશિયન શેરબજારમાં તેજી જોવા મળો છે. જયારે અમેરિકન શેરબજારમાં ગુરુવારે ઉંચા સ્તરે બંધ થયા હતા. જયારે સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા અને 9 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. જયારે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 31 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા અને 18 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.
એશિયન બજારોમાં પણ તેજી
આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં જાપાનનો નિક્કી 0.03 ટકા , દક્ષિણ કોરિયાનો કોસ્પી 0. 14 ટકા અને કોસ્ડેક 0.17 ટકા વધારો જોવા મળ્યો છે. જયારે હોંગકોંગના હેંગ સેંગ ફ્યુચર્સે પણ મજબૂત શરૂઆત દર્શાવી હતી.
આપણ વાંચો: ટેરિફની ચિંતાને અવગણી બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં, આગળ શું થશે?
અમેરિકન બજાર પણ વધારા સાથે બંધ થયા હતા
જયારે ગુરુવારે અમેરિકન બજાર પણ વધારા સાથે બંધ થયા હતા. એસ એન્ડ પી 500 0.54 ટકા, નાસ્ડેક 0.74 ટકા અને ડાઉ જોન્સ 0.52 ટકા બધા ઊંચા સ્તરે બંધ થયા. એનવિડીયા 0.95 ટકા, માઈક્રોસોફ્ટ 1.20 ટકા અને નેટફલીક્સમાં 1.9 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો.