ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત , સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે સેન્સેક્સમાં 155.94 ઘટાડા સાથે 81,395, 59 પર ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 25.50 પોઇન્ટના ઘટાડા સાથે 24,800 પર ટ્રેડ થઇ રહ્યો છે. જેમાં ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, એરટેલ, બજાજ ફાઇનાન્સ અને એનટીપીસીમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે આઇટીસી,ઇન્ડસન્ડ બેંક, મહિન્દ્રા, ટાઈટનમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારમાં તેજી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 9 જુલાઈ સુધી યુરોપિયન દેશોની આયાત પર 50 ટકા ટેરિફ મુલતવી રાખ્યા બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થતાં બુધવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 1.06 ટકા અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.88 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.65 ટકા વધ્યો જ્યારે નાની કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો કોસ્ડેક 0.53 ટકા વધ્યો.
અમેરિકન બજારમાં તેજી
અમેરિકન બજાર વોલ સ્ટ્રીટમાં મંગળવારે તેજી જોવા મળી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 740.58 પોઈન્ટ અથવા 1.78 ટકા વધીને 42,343.65 પર બંધ થયો. દરમિયાન, S&P 500 118.72 પોઈન્ટ અથવા 2.05 ટકા વધીને 5,921.54 પર બંધ થયો અને નાસ્ડેક કમ્પોઝિટ 461.96 પોઈન્ટ અથવા 2.47 ટકા વધીને 19,199.16 પર બંધ થયો.
આપણ વાંચો: સોનામાં રૂ. 146નો અને ચાંદીમાં રૂ. 40નો સાધારણ ઘટાડો
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે તેજી અને મંદી
હાલ શેરબજારમાં મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે તેજી અને મંદી જોવા મળી રહી છે. જોકે, સારા ચોમાસા અને મજબૂત મેક્રોઇકોનોમિક ડેટા જેવા અનુકૂળ સ્થાનિક પરિબળો હકારાત્મક સેન્ટિમેન્ટ જાળવવામાં મદદ કરી રહ્યા છે.