ભારતીય શેરબજારની સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત | મુંબઈ સમાચાર
Top Newsશેર બજાર

ભારતીય શેરબજારની સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત

મુંબઈ : અમેરિકા ભારત પરના ટેરિફ એટેક બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં કરેકશન જોવા મળ્યું છે. જેમાં બજારમાં આજે શરૂઆતમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 197. 11 પોઇન્ટના ઉછાળા સાથે 80,277.68 પર પહોંચ્યો જ્યારે નિફ્ટી પણ 63.45 પોઇન્ટ વધીને 24.564. 35 પર પહોંચ્યો હતો. જો કે થોડા સમય બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય સતત વઘ ઘટ જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં શુક્રવારે મિશ્ર કારોબાર

જ્યારે એશિયન બજારોમાં શુક્રવારે મિશ્ર કારોબાર જોવા મળ્યો. જેમાં જાપાનનો નિક્કી 225 0.33 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.39 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.19 ટકા ઘટ્યો જ્યારે કોસ્ડેક ઇન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઊંચા ખુલવાનો સંકેત છે.

અમેરિકન શેરબજારમાં તેજી

આ ઉપરાંત અમેરિકન શેરબજારમાં તેજી જોવા મળી છે. જેમાં ગુરુવારે યુએસ શેરબજાર ઊંચા બંધ થયા, જેમાં એસ એન્ડ પી 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા હતા. જેમાં ડાઉ જોન્સ 0.16 ટકા વધીને 45,636.90 પર બંધ થયો. જ્યારે એસ એન્ડ પી 500 0.32 ટકા વધીને 6,501.86 પર બંધ થયો હતો. જે સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યો. નાસ્ડેક 0.53 ટકાના વધારા સાથે 21,705.16 પર બંધ થયો છે.

આપણ વાંચો:  ટેરિફના ઝટકાથી શેરબજાર નબળું પડ્યું, નિફ્ટીએ ૨૪,૫૦૦ની સપાટી માંડ ટકાવી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button