ટેરિફ વોર વચ્ચે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં સામાન્ય વધારો

મુંબઈ : ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ શરૂઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 27.57 પોઈન્ટના સામાન્ય વધારા સાથે 79,885.36 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. જયારે નિફ્ટી પણ 8.20 પોઈન્ટ વધારા સાથે 24,371.50 પોઈન્ટ પર ખુલ્યો છે. જેમાં આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 18 શેર વધારા સાથે ખુલ્યા અને બાકીની 11 કંપનીઓ નુકસાન સાથે ખુલ્યા હતા. તેમજ નિફ્ટીની 50 કંપનીઓમાંથી,34 શેર વધારા સાથે અને બાકીની 16 કંપનીઓ નુકસાન સાથે ખુલી હતી.
એશિયન બજારમાં મિશ્ર વલણ
જયારે વૈશ્વિક બજારના સંકેત પર નજર કરીએ તો એશિયન બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જેમાં આજે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.02 ટકા ઘટયો છે. હોંગકોંગના હેંગ સેંગ ફ્યુચર્સ ઊંચા ખુલવાનો સંકેત આપી રહ્યા છે.તેમજ જાપાનના બજારો રજાના લીધે બંધ છે.
અમેરિકન શેરબજારમાં પણ વધારો
આ ઉપરાંત અમેરિકાના ટેરિફ એટેક બાદ શેરબજારોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં શુક્રવારે નાસ્ડેક બીજા દિવસે રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો અને ટેક શેરોમાં મજબૂત તેજી જોવા મળી. એપલ અને એનવિડિયા, ટેસ્લા અને એચપીના શેરના ભાવમાં પણ વધારો થયો હતો. જયારે એસએન્ડપી 500માં 0.78 ટકાનો વધારો થયો હતો. જયારે ડાઉન જોન્સમાં 0.19 ટકા વધારો થયો હતો.
આ પણ વાંચો…નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતની કંપનીઓએ 3495 કરોડનું ભંડોળ એકત્ર કર્યું…