શેર બજાર

આરબીઆઇના રેપો રેટની જાહેરાત પૂર્વે શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારની આજે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે આરબીઆઇની નાણાકીય નીતિની જાહેરાત પૂર્વે ફ્લેટ શરૂઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો જ્યારે નિફ્ટી 24730ની નજીક ખૂલ્યો હતો. આજે શેરબજારનું વલણ આરબીઆઇની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાતો દ્વારા નક્કી થશે. 4 જૂનથી શરૂ થયેલી બેઠકનો છેલ્લો દિવસ છે. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે.

સેન્સેક્સની 30 માંથી 16 કંપનીઓ વધારા સાથે ખુલી

શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 16 કંપનીઓ વધારા સાથે ખુલી અને 14 કંપનીમાં નુકસાન જોવા મળ્યું. બીજી તરફ આજે નિફ્ટીની કંપનીઓમાંથી 29 કંપનીઓએ વધારા સાથે ખુલી અને બાકીની 21 કંપનીઓએ નુકસાન સાથે ખુલી. સેન્સેક્સની કંપનીઓમાં, બજાજ ફિનસર્વના શેર આજે સૌથી વધુ 1.49 ટકાના વધારા સાથે ખુલ્યા અને આઈસીઆઈસીઆઈના બેંકના શેર આજે સૌથી વધુ 0.43 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.

ઇન્ફોસિસ અને એચડીએફસી બેંકના શેરના ભાવમાં ઘટાડો

બીજી તરફ ઇન્ફોસિસના શેર 0.41 ટકા, એચડીએફસી બેંક 0.26 ટકા, ટાટા મોટર્સ 0.26 ટકા, ભારતી એરટેલ 0.24 ટકા, પાવરગ્રીડ 0.22 ટકા, એચસીએલ ટેક 0.13 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.09 ટકા, ટીસીએસ 0.06 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.05 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.04 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.02 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.01 ટકા અને સન ફાર્માના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

વૈશ્વિક બજારમાં તેજી

આ દરમિયાન વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે, જાપાનના નિક્કીમાં 0.31 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે ટોપિક્સમાં 0.45 ટકાનો વધારો થયો. ASX 200 0.03 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે કોસ્પીમાં પણ 1.49 ટકાનો ઉછાળો આવ્યો છે.

આ ઉપરાંત બજારની ચાલ અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણા અને વિદેશી રોકાણકારોના વલણ દ્વારા નક્કી થાય છે. આજે આરબીઆઈની છ સભ્યોની સમિતિ રેપો રેટ પર મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. રોકાણકારો વ્યાજ દરો અંગે લેવામાં આવનારા નિર્ણય પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો….ગુજરાતમાં શેરબજારના રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર: એક દાયકામાં 5 ગણો વધારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button